Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 12
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૧ જરાય ઓછું કે વધતું નહિ લઉં !' બાજ બોલ્યો. રાજા કહે : “ભાઈ, ત્રાજવે તોળી લેજે ને ! રાજાએ તો ત્રાજવું મગાવ્યું. એક પલ્લામાં કબૂતરને મૂક્યું. બીજા પલ્લામાં પોતાની જાંઘમાંથી કાપીને માંસનો ટુકડો મૂક્યો, પણ હલકું લાગતું કબૂતર ભારે વજનદાર નીકળ્યું. રાજાએ પોતાના શરીરનો બીજો ભાગ કાપીને મૂકયો, પણ પોતાનું પલ્લું ઊંચું ને ઊંચું જ રહ્યું. રાજા મેઘરથ વિમાસણમાં પડી ગયા. કોઈ ઇંદ્રજાળ જેવું એમને લાગ્યુંપણ ગમે તે હોય, પોતે તો પોતાનું કર્તવ્ય બજાવવું જ જોઈએ. આખરે તેઓ પોતાનું મસ્તક કાપીને ત્રાજવામાં નાખવા તૈયાર થયા. અને જેવી એમણે પોતાનું માથું કાપવા તલવાર હાથમાં ઉઠાવી કે એકદમ કોઈએ એમનો હાથ ઝાલી લીધો. એકાએક દિવ્ય વાજિંત્ર વાગ્યાં, દિશાઓ પ્રકાશથી ભરાઈ ગઈ, હવા સુગંધી બની ગઈ. અલોકિક તેજથી ઝળાંહળાં થતાં એક દેવ અને દેવી સામે હાથ જોડીને ઊભાં હતાં, ને મુખેથી બોલતાં હતાં. ધન્ય રાજન્ ! ધન્ય તારો દયાધર્મ ! આવા દયાધર્મીનો પૃથ્વી પર વિજય હજો ! રાજનું એ કબૂતર કબૂતર નહોતું ને બાજ એ બાજ નહોતો, પણ સતિયાંઓનાં સતનું પારખું દેવો આ રીતે કરે છે ! વ્રતની ખાતર તારા આ બલિદાનથી પૃથ્વી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36