Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧ .:.:.: . : એવામાં બારી પાસે હવામાં સુસવાટો સંભળાયો. પવનની પાંખ પર આવતી એક તીણી ચીસ કાને પડી. રાજાએ જોયું તો ઘડી પહેલાં ગેલ કરતું કબૂતર બે પગ વચ્ચે ડોક નાખીને ભયથી કાંપતું હતું, જાણે એણે યમરાજને જોયો ન હોય ! અરે, કોઈ કરતાં કોઈ અહીં નથી, ને ભોળું કબૂતર આટલું ડરે છે કેમ ? હું રાજા જેવો રાજા, પૃથ્વી આખીનો પાળનાર સામે બેઠો છું, પછી કોઈ જીવને ભય શાનો? રાજા પોતાનો ધર્મ વિચારી રહ્યો, ત્યાં તો તીરના વેગે એક શિકારી બાજ અંદર દાખલ થયો. એણે ભયથી અધમૂઆ થયેલા કબૂતર પર પોતાનો ખૂની પંજો નાખ્યો. કબૂતર ઊડીને રાજાના ખોળામાં છુપાઈ ગયું. રાજાજીએ કબૂતરને પોતાની છાતીએ ચાંપ્યું, ને બોલ્યા : રે ક્રૂર બાજ ! આ ભોળા પંખીનો સંહાર કરતાં તને જરાય લાજ-શરમ આવતી નથી ?' બાજ પક્ષીને જાણે વાચા ફૂટી ! એ કહેવા લાગ્યું : રાજાજી, જીવના આશરે જીવ રહ્યો છે. ડાહ્યા થઈને કાં ભૂલો? તમે ભૂખ્યા હો ને ભોજન મેળવવા ઉદ્યમ કરો, એમાં પાપ શું? હું બહુ ભૂખ્યો છું. ને આ મારું ભોજન છે.' ‘તારા પેટની અગન ઠારવા આ ભોળા કબૂતરનો ભોગ લેવો છે ?” રાજાજી, સમજુ છો, છતાં કેમ સમજતા નથી ? તમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36