Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 9
________________ તીર્થકર શ્રી શાંતિનાથ આ પ્રસંગે ચારણ મુનિ ત્યાં આવ્યા. તેમણે સહુને ઉપદેશ આપ્યો, ને કહ્યું : “માતાપિતાનાં મૃત્યુના કારણ બનેલા તમારે વિચાર કરવો જોઈએ. સારા નિમિત્તે મરનારની સદ્ગતિ જ થાય છે, પણ દુર્ગતિના કારણરૂપ માયા-મોહનો તમારે ત્યાગ કરવો જોઈએ.” બને કુમારો શરમાયા. તેમણે લડાઈ છોડી દીધી. અરસપરસ માફી માગી. છેવટે રાજપાટ પણ છોડી તપ કરી મોક્ષ મેળવ્યો ! રાજા શ્રીષેણના એક બલિદાને કેટલાં કાજ સાર્યા ! જંબુદ્વીપ છે. મહાવિદેહનો પુષ્કલ નામનો વિજય છે. પુંડરીક નામની નગરી છે. ત્યાં મેઘરથ રાજા છે. એક વખત પૌષધ વ્રત લઈને બેઠા છે. સામે ગોખમાં એક ભોળું કબૂતર ઘટર ઘૂ...ઘટર ઘૂ કરતું ગેલ કરી રહ્યું છે. રાજ્ય ચલાવનારની જિંદગીમાં ચિંતાનો કંઈ પાર છે ! આ ભોળા પંખીની ભોળપ પર રાજાને ભાવ ઊપજે છે. રાજાજી વિચારે છે : કેવી સુખ અને નિરાંતની જિંદગી જીવે છે આ ભોળું જાનવર ! આપણા તો દિવસ દુઃખમાં ને રાત ઉપાધિમાં જાય છે. સ્વકર્મ ને સ્વધર્મ વિશે વિચાર કરવાની તો ફુરસદ જ ક્યાંથી લાવવી ! રાજા આમ વિચારે છે, ને મનમાં સમતા-ભાવ રચે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36