Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 11
________________ તીર્થંકર શ્રી શાંતિનાથ એને બચાવશો, તો હું મરી જઈશ. દયા એવી ન હોવી જોઈએ કે જે એક જીવને બચાવે, બીજાને મારે. વળી આ કબૂતર પર મારો હક છે. કોઈના હકની રાજાથી ના કેમ પડાય ?” બાજ બોલ્યો. એણે રાજાને બોલે બાંધી લીધા. તું માગે તે આપું, પણ આ નિર્દોષ કબૂતરને છોડી દે.’ ‘એક શરતે છોડું ? એટલા વજનનું કોઈ માણસ પોતાનું માંસ મને આપે.' રાજા વિચાર કરી રહ્યા. માણસનું માંસ કેમ અપાય ? એક જીવને બચાવવા બીજા જીવની હત્યા કેમ થાય ? અને જો એમ ન થાય તો પછી આ બાજ પંખી ભૂખ્યું મરી જાય એનું શું ? આખરે રાજાએ વિચાર કર્યો, કે દયાધર્મનું પાલન પોતાના દેહથી જ કરવું સારું ! પણ પળભર વિચાર આવ્યો : અરે, એક સાધારણ કબૂતરને બચાવવા મારો રાજાનો દેહ આપી દેવો ? બીજી પળે વિચાર આવ્યો કે નાનું કે મોટું, કર્તવ્ય તે કર્તવ્ય ! રાજાજીએ કહ્યું : ભાઈ સીંચાણા ! હું દયાધર્મનો પાળનારો છું. મારાથી એક જીવને સુખ આપવા બીજા જીવને દુઃખ ન અપાય. દુઃખ કોઈને દેવાનું હોય તો દયાધર્મી પોતાના દેહને જ દે ! આ કબૂતરના ભારોભાર મારા દેહનું માંસ તને આપું છું, તે લઈને તું આને છોડી દે !’ રાજાજી, જેવી તમારી મરજી, પણ કબૂતરના વજનથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36