Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 13
________________ તીર્થકર શ્રી શાંતિનાથ ૧૧ ه ت . .ت. . . પર તારો યશ વ્યાપશે, ને એક દહાડો તારો આત્મા ઉચ્ચ શ્રેણીએ ચઢતો ચઢતો ભગવાન શાંતિનાથના ભવમાં પૃથ્વીને ઉદ્ધારશે.” નાનામાં નાના કર્તવ્યના પાલનની ખાતર પણ જે પોતાનો બલિ આપે છે, તેનું હંમેશાં કલ્યાણ થાય છે. પ્રત્યેક ભવમાં કંઈ ને કંઈ પરમાર્થનું કામ કરનારનો બેડો પાર ન થાય તો કોનો પાર થાય ! એની લખચોરાશીનો અંત ન આવે તો કોનો આવે ! રાજા શ્રીષેણ ને રાજા મેઘરથ જેવા રાજાઓનો મહાન આત્મા હવે અંતિમ વાર પૃથ્વી પર અવતરતો હતો. ભરતક્ષેત્ર હતું. કુરુ દેશ હતો. હસ્તિનાપુર નગર હતું. વિશ્વસેન રાજા હતા. અચિરાદેવી રાણી હતાં. દેશમાં કેટલાક વખતથી રોગ ચાલતો હતો. બધે અશાંતિ પ્રસરતી હતી. માણસના જીવનનો ભરોસો નહોતો. એવામાં ભાદરવા માસની એક રાતે રાણીને ચૌદ સ્વપ્ન આવ્યાં. જ્યોતિષીઓએ કહ્યું કે કોઈ મહાન આત્મા રાણીજીની કૂખે અવતરશે. અને એ વાત સાચી ઠરી. બીજે જ દિવસે મરકી શાંત થઈ. આખા રાજ્યમાં શાંતિ પ્રસરી રહી. જેઠ મહિનાની એક રાતે રાણીજીએ પુત્રને જન્મ આપ્યો. કેવો પુત્ર ! ત્રિલોકમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36