Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 5
________________ તીર્થંકર શ્રી શાંતિનાથ ૧ બીજ નાનું હોય, પણ સા૨ા ક્ષેત્રમાં રોપાય, તો ઘેઘૂર વડલો બને. હજારો જીવ જેનો આશ્રય લઈ પોતાનો શ્રમ દૂર કરે, એવો વૃક્ષરાજ થાય. પહાડના કોઈ પેટાળમાંથી નીકળેલી જળની નાનીશી સરવાણી, યોગ્ય સમવાય-સંબંધો આવી મળે તો મોટી ગંગા નદી ને જમના નદી બને. હજારો પ્રવાસીઓને લઈને જતાં હજારો વહાણોને એમના મુકામે પહોંચાડી દે. લૂખી-સૂકી ધરતીને લીલીકુંજાર બનાવી દે ! એમ ભલે આજે જીવ નાનો હોય. પણ ભવાટવિમાં ભમતાં સુ-ગુરુ, સુ-ધર્મ ને સુ-દેવનો સારો સંજોગ બાઝી જાય તો નરમાંથી નારાયણ બનતાં વાર લાગતી નથી. એક વારનો નયસાર કઠિયારો જ કાળે કરીને ભગવાન મહાવીર બને છે. એક વા૨નો મરુભૂતિ હાથી આખરે ભગવાન પાર્શ્વનાથ બને છે, ને ત્રિલોકને વંદન ક૨વા લાયક તીર્થંકરપદ પ્રાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36