Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ કરે છે ! સાધનાની બલિહારી છે. સાધકને જન્મ-મૃત્યુ ડરાવી શકતાં નથી. ભવનાં રણ ભય પમાડી શકતાં નથી. આજે નહિ તો કાલે, આ ભવે નહિ તો આવતે ભવે સાચા ધર્મપાલકની, ત્યાગીની, તપસ્વીની, ચારિત્રશીલની મુક્તિ છે જ ! જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧ એમ ન હોય તો, વૈભવમાં ડૂબેલા, વાસના ભરેલા રાજા શ્રીષેણ દસમે ભવે કંઈ સોળમા તીર્થંકર ભગવાન શાંતિનાથ બને ખરા ! * જંબુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રના રત્નપુર નગરના શ્રીષેણ રાજવી હતા. એમને અભિનંદિતા ને સિંહનંદિતા નામની બે રાણીઓ હતી. ઇન્દુસેન ને બિંદુસેન નામના બે પુત્રો હતા. Jain Education International રાજા ન્યાયથી રાજ કરે છે. પરાક્રમથી પ્રજાનું રક્ષણ કરે છે. એવામાં શ્રી વિમળબોધ નામના એક આચાર્યનો તેમને સમાગમ થાય છે. અંતરમાં પડેલું ધર્મનું બીજ આ સત્સંગથી પાંગરે છે. રાજા આચાર્ય મહારાજનો ઉપદેશ જીવનમાં ઉતારે છે. મોહમાયાને વિચારે છે. પ્રજાના પાલનમાં ખૂબ ચિત્ત રાખે છે. એક વાર બલભૂપ નામનો રાજા શ્રીકાન્તા નામની For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36