________________
પુનઃ પ્રકાશન પ્રસંગે પરમ ગુરુદેવશ્રીએ ૬૪વર્ષ પૂર્વે તત્ત્વાર્થ-ઉષાના નામે ૧૦ અધ્યાયના સૂત્રનો અનુવાદ કરી પ્રગટ કરેલ જે અનેક ભવ્યાત્માને ઉપકારક બનેલ છે.
હવે પુનઃ પ્રકાશન પ્રસંગે તત્ત્વાર્થ કારિકાનો પણ અર્થ સાથે સમાવેશ કરાય તો વધુ ઉપયોગી બને તેવું સૂચન પ્રાપ્ત થવાથી તે પ્રમાણે તૈયાર કરેલ છે. જે પરિશિષ્ટ સ્વરૂપે સમાવિષ્ટ છે. - વિ.સં. ૨૦૬૭-અષાડવદ-૨થી જૈનનગર - જૈનસંઘમાં ચાતુર્માસ દરમ્યાન તત્ત્વાર્થગ્રંથના આધારે પ્રવચન થાય તેમાં પુસ્તિકા દરેકને આપવામાં આવે તો પુનરાવર્તન-અનુપ્રેક્ષા વિશેષરૂપે કરી શકે એ હેતુથી તત્ત્વાર્થ-ઉષા પુનઃ પ્રકાશિત થઈ રહેલ છે.
આ ગ્રંથના સંપાદનમાં દિલચસ્પીથી ખંત પૂર્વક વિશિષ્ટ ભોગ આપીને મુનિશ્રીહીરવિજયજીએ જ્ઞાનોપાસના સાથે ગુરુભક્તિ પણ કરી છે જે અનુમોદનીય છે.
તેમજ આ ગ્રંથનો લાભ જૈનનગર – જૈનસંઘે ખુબ ઉલ્લાસથી લીધો છે તે પણ ધન્યવાદને પાત્ર છે.
અંતે તત્ત્વના અર્થને પામીને આંતર કષાયો અને વિષયોથી મુક્ત બની પરમ પદની પ્રાપ્તિ સહુ કોઈ કરે એ જ એક મંગલ કામના. વિ.સં. ૨૦૬૭, અષાડવદ-૧ / લિ.આચાર્ય
જૈનનગર – જૈનસંઘ ઈ વિજયઅભયચન્દ્રસૂરિ Judu lla.catiebat Kate Sersk Use.Onu. 2.0.