Book Title: Tattvagyan Dipika Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા પોલીસ સીપાઈ અને ઘોડેસ્વારોના ૭૫ માણસ હતા. સાથે ઈંગ્લીશ બેન્ડ વાજું પણ હતું. સંઘની તપાસ જાતે ખંતથી રાખતા હતા. ગામેગામ સામૈયાં થતાં તેમાં ગોંડલ મુકામે નામદાર ગોંડલ ઠાકોર સાહેબ અને રાણું સાહેબ તંબુએ પધાર્યા હતાં અને મુનિ મહારાજશ્રીની પાસે બેસી બોધમય વાણું સાંભળી હતી. તેમ વીરપુર ઠાકોર સાહેબ પણ જનાનાસહિત સંઘના તબુએ પધાર્યા હતા. જુનાગઢ મુકામે તો નામદાર નવાબ સાહેબના ખર્ચ સંઘને જમણ આપવામાં આવ્યું હતું તેમ સંઘને ઉતરવાની તમામ સગવડ કરી આપવામાં આવી હતી. સિદ્ધાચળજીમાં ભાઈ પ્રેમચંદ કેશવજીએ નવકારસી કરી હતી અને છ ગાઉ બાર ગાઉની પ્રદક્ષિણા સંઘને પોતાના ખર્ચે દેવરાવી હતી. આ પ્રસંગે માણસોને ઈનામો સારી રીતે અપાયાં હતાં. સંઘમાં રૂ. ૨૫૦૦૦) ખરચ થયું હતું. સંવત ૧૯૬૩ ની સાલમાં તેમનાં માતુશ્રી કડવીબાઈ તથા તેમનાં પત્ની નવલબાઈએ પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી હતી. આ પ્રસંગે ગામમાં પર) અઠ્ઠાઈઓ થઈ હતી. તે વખતે ચોકમાં મંડપની રચના કરી પુંજા પ્રભાવના ઉત્તમ રીતે કરી હતી. રાત્રે મોટાં મોટાં વાસણે પ્રભાવનામાં અપાતાં હતાં, અને અઠ્ઠાઈ તપ કરનારાઓને બબે વીંટીઓ એક તોલાના આશરેની આપી હતી. અને સંઘ જમાડ્યો હતો જે વખતે રૂ. પ૦૦) ખર્ચાયા હતા. જામનગરમધે દશેરા ઉપર જીવોનો વધ અટકાવવા વકીલ ચતુરભુજ ગોવંદજીએ મહારાજાશ્રીને અરજ કરતાં ધર્માદા ખાતે અમુક રૂપીયાની માગણી થઈ હતી જે વખતે વકીલજી મુંબાઈ પધારતાં પ્રેમચંદભાઈએ રૂ. ૨૦૦૦) કરી આપ્યા હતા. જે દીવસથી જામનગર ખાતે દશેરા પ્રસંગે મુદલ વધ થત નથી (હાલ કંઈ આપવું પડતું નથી). તે રીતે સંવત ૧૮૬૪ માં જામનગરમાં માછલાની લોધના કંટ્રાકટરને સમજાવી પિતે તથા શેઠ દેવકરણ મુલજી તરફથી બંધ કરાવી હતી. તેજ વર્ષમાં વૈશાખ માસમાં જામનગરના બે જોડીયા મહાલ છે તેના દેરાસરજીની પ્રતિષ્ઠા ફરી કરાવવાનું કામ પોતાને માથે લઈ પ્રતિષ્ઠા કરાવી હતી. જેમાં રૂ. ૩૦૦૦) ખર્ચાયા હતા. (આ વર્ષમાં જામનગરમાં રૂ. ૬૨૦૦૦) ના ખર્ચે એક મોટો બંગલો બંધાવ્યો હતો.) સંવત ૧૯૬૬ માં તેમની પતી નવલબાઈએ વર્ષીતપની શરૂવાત કરેલી તે સંવત ૧૯૬૭ માં પુરું થતાં મુનિરાજશ્રી બુદ્ધિસાગરજી સમક્ષ લાલબાગમધ્યે શ્રીસિદ્ધગિરીજીની રચના સાથે અઠ્ઠાઈમહોત્સવ શરૂ કર્યો હતો. ને ખાસ જામનગરની મંડળીને તેડાવી હતી. સાથે આ તપસ્યા કરનાર બાઈઓ ૧૧ હતી તેઓને ત્રણ ત્રણ તોલાના આશરેના છેડા તથા રેશમી કસબી સાડીયો For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 128