Book Title: Tattvagyan Dipika Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક નોંધ. જામનગરના રહીશ શા. કેશવજી ભૂલજી જેઓ મુંબાઈમાં કાપડના વ્યાપારી હતા, જેઓને ત્યાં મુંમઈમાં સંવત્ ૧૯૩૨ ના માહા વદ ૪ શું એક પુત્રજન્મ થયો હતો, જેનું નામ પ્રેમચંદ્ન રાખવામાં આવ્યું હતું. તેમના પીતાશ્રી માત્ર સાત વર્ષની ઉમરના મુકી ૪૦ વરસની ઉમરે મુંબઈમાં ગુજરી જવાથી, ભાઈ પ્રેમચંદની માતુશ્રી જામનગર જઈ રહ્યાં હતાં. ભાઈ પ્રેમચંદનું લગ્ન ૧૩ વર્ષની ઉમરે ત્યાંના રહીશ પારેખ પાનાચંદ આણુદ્રજીની પુત્રી ખાઈ નવલખાઈ વેરે થયું હતું. આદ ૧૪ વર્ષની ઉમરે પોતે મુંબાઈ આવ્યા હતા પણ તે વખતે માત્ર એક વર્ષ રહીને જામનગર ગયા હતા. ત્યાં થોડાક મહીના રહી ફરી મુંખાઈ આવ્યા ત્યારથી થોડો થોડો વ્યાપાર શરૂ કર્યો હતો અને પોતાની બાહોશીથી વ્યાપારમાં આગળ વધી સારૂં દ્રવ્ય પેદા કર્યું હતું. તેમજ તેઓએ ધાર્મિક કાર્યોમાં દ્રવ્ય વાર્યું પણ છે. જે નીચેની મીનાઓથી જણાશે. સંવત્ ૧૯૫૮ માં સીહોરવાલા વોરા કુલચંદભાઈએ જામનગરમાં મુનિમહારાજશ્રી સિદ્ધિવિજયજી પાસે દીક્ષા લીધી ત્યારે પોતાને ઘેર માંડવો ખાંધી અઠ્ઠાઈ ઓચ્છવ કર્યો હતો. અને ધામધુમપૂર્વક દીક્ષા અપાવી હતી ને સંઘ જમાડ્યો હતો. જ્યારે ત્યારે જામનગર જતા ત્યારે અઠ્ઠાઈ ઓચ્છવ કરતા કેમકે તેમને તે તરફ અત્યન્ત પ્રેમ હતો. સંવત ૧૯૬૦ માં મરકીના વખતે પોતે જામનગરથી નજીક વણથલી ગામ છે ત્યાં રહેવા ગયા હતા ત્યારે ત્યાંના દેરાસરજીમાં માત્ર એકજ પ્રતિમા હોવાથી પોતે જામનગરથી એ પ્રતિમાજી મંગાવી આપી, અઠ્ઠાઈઓચ્છવ ને શાન્તિસ્માત્ર ભણાવી પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રસંગે પણ સાધમિવાત્સલ્ય કર્યું હતું. જામનગરની મરકી વખતે ગરીબ સ્વામી ભાઈઓને પોતાના તરફથી મદદ કરી અહારગામ મોકલી ત્યાં સર્વે બંદોબસ્ત કર્યો હતો તેમજ સગા સ્નેહી વિનાના મનુષ્યો મરી જતાં તેની દહનક્રિયા પોતાના ખર્ચે કરાવતા હતા. સંવત ૧૯૬૧ ના કારતક માસમાં સિદ્ધાચળજીનો તથા ગીરનારજીનો છરી પાળી સંઘ કાઢ્યો હતો. સંઘમાં ૧૫૦૦ માણસો થયા હતા તેમ મુનિમહારાજશ્રી મોતીવિજયજી, પન્યાશ કેશરવિજયજી, તથા મુનિશ્રી દેવવિજયજી વગેરે સાધુ સાધ્વીનાં ૫૦ઠાણાં હતાં. સાથે દેરાસરની જોગવાઈ રાખી હતી. મહારાજા જામશ્રી જશાજી તરફથી રાજ્યનાં માણસો ચોકી પેરાના, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 128