________________
SOMETHING ABOUT V. R. GANDHI
19
ભાષણની પાછળ ઊંડો, તલસ્પર્શી બહુશ્રુત અભ્યાસ દેખાય છે, અને રજુઆત અકૃત્રિમ છે. ત્રીજું, એ ભાષણોનું અંગ્રેજી એટલું શુદ્ધ છે કે આજે પણ તેના સમર્થ સંપાદકે તેમાં કોઈ પણ સુધારવાને અવકાશ જોયો નથી.
મારી દષ્ટિએ આ ભારતીય દર્શનોનાં બધાં જ વ્યાખ્યાનોને પહેલી તકે હિંદીમાં ઉતારવાં જોઈએ, જેથી તે વિદ્યાના મધ્યમ કક્ષાના કે ઉચ્ચ કક્ષાના અભ્યાસીઓને તે સુગમ બને અને ટૂંકમાં એને જોઈતું વસ્તુ પ્રામાણિક રૂપે લભ્ય બને, જે ત્યાર પછીના વિશાળકાય ગ્રંથોના પરિશીલનમાં બહુ ઉપયોગી સિદ્ધ થાય.
શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરજીની (શ્રીમદ્ આત્મારામજી મહારાજની) જન્મ તિથિ ઊજવાતી ત્યારે અનેક વાર શ્રીમદ્ વિજયવલભસૂરિ શ્રીયુત ગાંધીનાં, જાત અનુભવથી, વખાણ કરતા, અને કહેતા કે એમની ગ્રહણશક્તિ અને નમ્રતા અજબ હતી. તેથી જ તેઓએ થોડા વખતમાં શ્રીમદ્ આત્મારામજી મહારાજ પાસેથી આવશ્યક જ્ઞાન મેળવી લીધું અને અમેરિકામાં જઈ તેનો ઘટતો ઉપયોગ પણ કર્યો. પરંતુ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિ જ્યારે શ્રીયુત ગાંધી વિશે કહેતા, ત્યારે એમને પ્રસ્તુત છે ભાષણોની કાંઈ માહિતી હોય એમ જણાતું નથી. તેઓ તો જૈન પરંપરાને લગતાં ઉપર સૂચિત ૩ પુસ્તકો વિશે જ વાત કરતા. હવે જ્યારે શ્રીયુત ગાંધીની અને આચાર્યશ્રીની જન્મશતાબ્દીનાં વર્ષો આવ્યાં છે, ત્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આ બાકી રહેલું બધું કામ પહેલી તકે પતાવવું જોઈએ એમ મને લાગે છે.
છેલ્લે, શ્રીયુત ગાંધીની કેટલીક વિશેષતાઓ તરફ ધ્યાન આપવું જરૂરી છે. એક તો એ કે તેઓ સંતના સારા અભ્યાસી હતા. તેથી જ તેઓ બધાં ભારતીય દર્શનોમાં યોગ્ય ચંચુપાત કરી શક્યા; અને તેથી જ તેમણે અમેરિકન ક્રિય્યાનિટીના પ્રચારકો સમક્ષ નિર્ભયપણે સાચી ટકોર કરી કે તમે ભારતમાં જે ધર્મોપદેશકોને કે પાદરીઓને મોકલો છો, તેમના વિશે એટલું તો જાણે કે તેઓ ફાવે તેમ વટાળ પ્રવૃત્તિ કરે છે કે ભારતીય સંસ્કૃતિને બરાબર જાણે પણ છે ? ખરી રીતે તમે જે પ્રચારકોને મોકલો છો, તેમણે સંસ્કૃત ભાષા તો જાણવી જ જોઈએ; નહીં તો તેઓ ભારતીય સંસ્કૃતિને વિકૃત રૂપમાં જ રજૂ કરવાના. આ સ્થળે મહાત્મા ગાંધીજી ખ્રિસ્તી ધર્મના પ્રચારકોને એમની વટાળ પ્રવૃત્તિ વિશે જે નિર્ભય સલાહ આપતા રહેતા તેનું સહેજે સ્મરણ થઈ આવે છે. બીજી એમની વિશેષતા એ છે કે તેઓ જર્મની આદિ દેશોમાં થયેલા પ્રૌઢ ભારતીય વિદ્યાના અભ્યાસીઓનાં લખાણું પૂરા ધ્યાનથી વાંચતા, અને પોતાના ભાષણની તૈયારીમાં તેનો ઘટતો ઉપયોગ પણ કરતા. તેથી જ એમનાં વ્યાખ્યાનો તટસ્થ અને પ્રામાણિક લખાયાં છે. ત્રીજી બાબત એ છે કે શ્રીયુત વી. આર. ગાંધીનો મહાત્માજી સાથેનો સંબંધ મહાત્માજીએ મુંબઈમાં એક તરફથી કાયદાનો અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org