________________
18
THE SYSTEMS OF INDIAN PHILOSOPHY
પરંપરાના ગૃહસ્થોમાં હોય તો એ વિશે દુઃખ લગાડવાને ખાસ કારણ નથી; પણ જેન પરંપરાના જ્ઞાનોપાસક ત્યાગીવર્ગ સુદ્ધાંમાં જે આ ખામી દેખાય તો એમ માનવું રહ્યું કે ભિક્ષવર્ગમાં કાંઈક ને કાંઈક ઊણપ રહેલી છે.
જેન પરંપરાના ચાર મુખ્ય ફિરકાઓ પૈકી શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકા સિવાયના ત્રણ ફિરકાઓ વિશે તો બહુ ફરિયાદ કરવાને કારણ નથી, એમ મનને મનાવી શકાય. પણ શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા તરફથી સમગ્ર જૈન પરંપરાના પ્રતિનિવિ લેખે શ્રીયુત ગાંધી અમેરિકામાં ગયેલા, અને તેમણે ત્યાં આજથી લગભગ ૭૫ વર્ષ પહેલાં સફળતાથી પોતાનું ધ્યેય સિદ્ધ કર્યું અને અત્યાર લગીમાં બીજા કોઈ ભારતવાસીએ-ખાસ કરી જૈન વિદ્વાન–ન પૂરું પાડયું હોય એવું જન વિષયનું લખાણ પણ અંગ્રેજીમાં આપ્યું, તેનું પણ વાચન-પરિશીલન કરનારા અંગ્રેજી જાણનાર અધિકારી ભાગ્યે જ જોવામાં આવે છે.
- શ્રીયુત ગાંધીનાં જેને પરંપરાને લગતાં ત્રણ વિષયનાં ૩ પુસ્તકો તો અનેક વર્ષો પહેલાં પ્રકાશિત થયાં છે; અને તે ત્રણે પુસ્તકોની કક્ષા એટલી બધી ઊંચી છે કે, આજે પણ તે તે વિષયોનું તે કક્ષાથી ચડી જાય એવું અંગ્રેજીમાં લખનાર કોઈ હોય તો હું તેને જાણતો નથી. જેનયોગ, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન કર્મશાસ્ત્ર
–એ ૩ વિષયોની શ્રીયુત ગાંધીએ જે ઊંડાણથી અને સ્પષ્ટતાથી અંગ્રેજીમાં રજુઆત કરી છે, તેનું વાચન કે અધ્યયન ઓછામાં ઓછું કોઈ ભિક્ષુએ કે ત્યાગીએ કર્યું હોત તો તેણે જૈન સમાજના જ્ઞાનપ્રદેશમાં ઠીક ઠીક ફાળો આપ્યો હોત. અને એવા અભ્યાસીએ એ ત્રણે પુસ્તકોનું હિન્દી, ગુજરાતી કે અન્ય ભારતીય પ્રાદેશિક ભાષામાં રૂપાંતર કરી કે કરાવીને જૈન પરંપરામાં ચાલતી પાઠશાળાઓના ધાર્મિક અભ્યાસક્રમને નવો વળાંક આપવામાં યોગ્ય મદદ કરી હોત.
આજે આ સંકુચિત દિશામાં મોટો ફેર પડ્યો છે. તેથી હું પ્રથમ તો એ સૂચવું છું કે શ્રીયુત ગાંધીનાં એ ત્રણે પુસ્તકોનો પ્રામાણિક અનુવાદ કે સાર હિંદી, ગુજરાતી આદિ ભાષામાં જલદી પ્રકાશિત થવો જોઈએ, અને ધર્મતત્વજ્ઞાનના જૈન પરંપરામાં ચલાવાતા વર્ગોમાં એનું સ્થાન અવશ્ય રહેવું જોઈએ. એમ થશે તો જ નવી પેઢીનું મને સંકુચિત બનવાને બદલે વિકસિત થશે અને ઉપેક્ષા પામતી ધાર્મિક પાઠશાળાઓના અભ્યાસીઓમાં કાંઈક તેજ આવશે.
પ્રસ્તુત પ્રકાશનમાં જે ભારતીય તત્વજ્ઞાનની છે શાખાઓનાં અંગ્રેજી ભાષણોનો સંગ્રહ છે, તે તો માત્ર જૈન દૃષ્ટિએ જ નહીં પણ ભારતીય તેમ જ ભારતીયેતર અભ્યાસીઓની દૃષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે. એ મહત્ત્વ મુખ્યપણે ૩ બાબતોમાં સમાઈ જાય છે. એક તો, એ ભાષણે કોઈ પણ સાંપ્રદાયિક અભિનિવેશથી મુક્ત અને તટસ્થપણે એક જૈન પરંપરાના પ્રતિનિધિને મુખેથી અમેરિકાની સુશિક્ષિત સર્વસામાન્ય જનતા સમક્ષ અપાયેલાં છે. બીજું, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org