________________
O
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! ——
—
562
આ પરિગ્રહ – એ ૧ - દ્વેષનું ઘર છે, ૨ - ધીરતાનો દાસ છે, ૩ - ક્ષમાનો શત્રુ છે, ૪ - વિક્ષેપનો સર્જક છે, ૫ - અભિમાનનો મિત્ર છે, ૬ - દુર્ગાનનું ઘર છે, ૭ - કષ્ટકારી શત્રુ છે, ૮ – દુઃખનો જન્મ છે, ૯ - સુખનું મૃત્યુ છે, ૧૦ – પાપનું પોતાનું ઘર છે. આવો પરિગ્રહ, પ્રજ્ઞાવાન બુદ્ધિમાનને પણ ગ્રહ(વળગાડ)ની જેમ ક્લેશ અને વિનાશનું કારણ બને છે.' નવે નવ પ્રકારનો પરિગ્રહ કેટલો ખરાબ છે અને કેવાં કેવાં વિનાશક પરિણામોને સર્જે છે, તેનું ધ્યાન આ શ્લોકમાં આપવામાં આવ્યું છે.
સભા આ વાતને થોડી વિગતવાર સમજાવો તો સારું !
પહેલાં આ દશેય બાબતોને ટુંકાણમાં પણ યાદ રાખો તો વિગતવાર સમજવું સહેલું પડશે.
સામાન્ય રીતે જેમ ગ્રહો નવ પ્રકારના છે, તેમ પરિગ્રહ પણ ધન, ધાન્ય વગેરે નવ પ્રકારનો છે. આ નવ પૈકી કોઈપણ પ્રકારનો પરિગ્રહ એ દ્વેષ, દુર્ભાવ, એકબીજા સાથે દુશ્મનાવટનું કારણ છે - ૧. પરિગ્રહના કારણે વ્યક્તિના જીવનમાં જે પણ ધીરજ, ધીરતા હોય તે ઘટતી જાય છે ૨, ક્ષમાશાંતિ ખતમ થાય છે - ૩, જીવનમાં વિક્ષેપો ઉભા થાય છે – ૪, અહંકાર વધતો જાય છે – ૫, આર્ત અને રૌદ્રધ્યાન ઘર કરી જાય છે – ૬, જીવનમાં અનેક પ્રકારનાં કષ્ટો પેદા થાય છે - ૭, વિધ-વિધ પ્રકારનાં દુઃખોનો પ્રાદુર્ભાવ થાય છે – ૮ અને દરેક પ્રકારનાં સુખોનો નાશ થાય છે - ૯. એટલું જ નહિ પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org