________________
૧૧૭
૩ બંધન જાણો ! બંધન તોડો !
-
તમને ખ્યાલ આવે કે તમે કેટલી જાતની હિંસાઓથી ઘેરાઈ ગયા છો ! એ હિંસાનાં પાપોથી પળે પળે બંઘાઈ રહ્યા છો, પળે પળે બંધન વધી રહ્યું છે, તે તમને ઘસડીને દુર્ગતિમાં લઈ જશે.
668
આ ટેન્શનની વાત નથી પણ જાગૃતિની વાત છે :
સભા : સાહેબ, જરા હળવું કરો તો સારું ! આ બધું સાંભળીને ટેન્શન વધી જાય છે. આ ટેન્શન કરવાની વાત છે કે જાગ્રત કરવાની વાતો છે ? તમને શરદી થઈ. ડૉક્ટરની દવા લીધી પણ અઠવાડીયા સુધી મટી નહિ. ફરી ડૉક્ટર પાસે ગયા. તપાસ કરતાં ગળામાં ક્યાંક ગાંઠ દેખાણી ને ડૉક્ટરે કહ્યું કે, ‘જરા ટાટામાં બતાવી આવો.' તો શું એણે તમને સાવધ કર્યા કે તમારું ટેન્શન વધાર્યું ? દાડામાં ૫૦/૧૦૦ બીડી, સિગારેટ પીતા હોય અને એના પરિણામે કેવાં કેન્સર થાય છે, એના ચાર્ટ કે ફોટોગ્રાફ્સ તમને કોઈ બતાવે તો એ તમને ટેન્શન કરાવે છે કે ચેતવે છે ? ત્યાં તો તમને થાય છે કે, ડૉક્ટરે કે મિત્રે સમયસર ચેતવ્યો. ઉપકાર કર્યો. તેમ મારે તમને કહેવું છે, આ બધું કહીને તમને ટેન્શન નથી કરાવતો, પણ સમયસર ચેતવણી આપું છું.
Jain Education International
અત્યારે હું અહીં પાટ ઉપર બેઠો છું અને કોઈ મોટો વીંછી પાછળથી મારા શરીર ઉપર ચડવા જતો હોય. મને ખબર ન હોય. તેથી હું તમારી સાથે આનંદથી વાતો કરતો હોઉં અને એકાએક તમારી નજર આ ઘટના ઉપર પડે અને તમે જોરથી રાડ પાડો - મારો હાથ ખેંચો કે મને ઝટકો મારીને બાજુ ઉપર ખસેડી દો. ત્યારે હું તમને કહું કે, ‘આ તમે શું કર્યું ? મારા મનમાં ધ્રાસકો પડ્યો. હું મારી ધડકન ચૂકી ગયો’ કે ‘તમે મને બચાવી લીધો.' એમ કહું ? આ સમયે તમે જે કાંઈ કર્યું તે સેવા કરી કહેવાય કે ટેન્શન કરાવ્યું - એમ કહેવાય.
ભડભડ બળતા મકાનમાં તમે નિરાંતે સૂતા હો, આગ ધીમે ધીમે આગ વધી રહી હોય. તમે એ.સી. વાળા કમરામાં ગાઢ નિદ્રામાં હો અને આગ છેક તમારા કમરા સુધી આવી જાય ત્યારે તમને કોઈ ઢંઢોળીને ઉઠાડે, તમે કહો - નિરાંતે ઉંઘવા ઘો અને ઓલાને ઉંઘ ઊડે તેમ ન લાગે તો ચાર થપ્પડ પણ મારે ? તો આવી પરિસ્થિતિમાં તમને ઉઠાડવા જેણે તમને થપ્પડ પણ મારી એણે તમારા ઉપર ઉપકાર કર્યો કે અપકાર ? તેમને ઉઠાડીને કહ્યું, ‘આગ છેક ઘ૨માં આવી ગઈ.’ આ ટેન્શન કરાવ્યું કે ઉપકાર કર્યો ? ત્યાં તમે શું માનો ? એમ અહીં પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org