Book Title: Suyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 247
________________ ૨૨૮ ૩ બંધન જાણો ! બંધન તોડો ! - ન મિથ્યાત્વ એક એવી ચીજ છે કે જે બંધનને બંધન તરીકે ઓળખવા ન દે. પરિગ્રહ બંધન છે તે વાત ગળે ઉતરવા ન દે. આરંભ-હિંસા એ બંધન છે, તે વાત પણ ગળે ઉત૨વા ન દે, મમત્વ એ બંધન છે, આ વાત પણ ગળે ઉતરવા ન દે. મિથ્યાત્વનું આ જ તો કામ છે. ‘ઉપમિતિ’માં પૂ. શ્રી સિદ્ધર્ષિ ગણિરાજે મિથ્યાત્વનું ઝેર ચડે ત્યારે જીવની કેવી દશા થાય છે, તેનું તાદશ વર્ણન કર્યું છે. 780 ' xxप्रसर्पति मिथ्यात्वविषं, ततस्तद्वशगोऽयं जीवः शिथिलयति मौनीन्द्रदर्शनपक्षपातं विमुञ्चति पदार्थजिज्ञासां, अवधीरयति सद्धर्मनिरतं जनं, बहुमन्यते निर्विचारकलोकं, प्रमादयति प्राक्प्रवृत्तं सत्कर्त्तव्यलेशं, परित्यजति भद्रकभावं, रज्यते नितरां विषयेषु, पश्यति तत्त्वबुद्ध्या तत्साधनं धनकनकादिकं, गृह्णाति तथोपदिशन्तं गुरुं वञ्चकबुद्ध्या, नाकर्णयति तद्वचनं, भाषते धर्मावर्णवादान्, उद्घट्टयति धर्मगुरूणां मर्मस्थानानि, लगति प्रतीपं कूटवादेनxx' ‘xxમિથ્યાત્વનું ઝેર ચડેલો જીવ : જૈનદર્શન તરફનો ઝુકાવ છોડી દે છે, તત્ત્વને જાણવાની ઈચ્છા છોડી દે છે, સદ્ધર્મમાં નિરત લોકોની અવગણના કરે છે, મૂર્ખ લોકોને માન્યતા આપે છે, પૂર્વે જે કાંઈ સુકૃત થયું હોય તેમાં પ્રમાદી બને છે, સરળ સ્વભાવનો ત્યાગ કરે છે, હમેશા વિષયપ્રવૃત્તિમાં ગળાડૂબ રહે છે, ધન-સંપત્તિ-પરિગ્રહને વિષયેચ્છા પૂર્તિનાં સાધનરૂપે જુએ છે, ભવતારક ગુરુઓને ઠગબુદ્ધિ માને, એ ગુરુની આજ્ઞા-ઉપદેશ ન સ્વીકારે, ધર્મની નિંદા કરે, ધર્મગુરુઓની છતી-અછતી વાતો પ્રચારે, કૂટનીતિ-રાજકારણના દાવપેચ રમી દેવ-ગુરુ-ધર્મનો શત્રુ બને.xx’ Jain Education International આપણે હવે એ વિચારવું છે, આ ત્રણ બંધન જ આપણને વળગ્યાં છે કે પછી ચોથું મિથ્યાત્વનું ય બંધન વળગ્યું છે ? આ ત્રણ બંધન ગળે વળગ્યાં છે, એવું લાગે તો તેનામાં ચોથું નથી, પણ જેને આ બંધન બંધનરૂપ જ ન લાગે, તેનામાં મિથ્યાત્વ નામનું ચોથું બંધન જીવતું-જાગતું બેઠું છે. બોલો પુણ્યશાળી ! હવે તમારી પરીક્ષા આવે છે. તમને બધાને આટલા દિવસ ભણાવ્યા-ગણાવ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284