________________
૨૪
– ૩ – બંધન જાણો ! બંધન તોડો ! - - 798 દઈએ. જેથી જૈનો એ બીજે તો ન જાય.” આવા કુતર્કમાંથી જિનમંદિરોમાં ય શાસનબાહ્ય દેવ-દેવીઓના ગોખલાઓ ચાલુ થઈ ગયા. જિનાલયો મટ્યાં ને દેવાલયો થયાં, ગોખલાઓની હારમાળા જોઈ લો. ગળે ઉતરે છે ?
તમને કયા દેવ જોઈએ ? સાચું બોલજો, અમને સારું લગાડવા નહિ બોલતા. સભા કર્મનો નાશ કરે તેવા. ગોળ ગોળ નહિ બોલો. સભા: વીતરાગ.
વીતરાગ જ દેવી જોઈએ ? અરિહંત ને સિદ્ધ જ દેવ જોઈએ ? ગુરુ તરીકે કયા જોઈએ ? સંસાર સજાવવાનો માર્ગ બતાવે છે કે સંસાર છોડવાનો માર્ગ બતાવે તે ?, પરિગ્રહ છોડવાનો માર્ગ બતાવે તે ગુરુ ગમે કે પરિગ્રહ મેળવવાનો માર્ગ બતાવે તે ગુરુ ગમે ? હિંસક ધંધા છોડવાનો માર્ગ બતાવે તે ગુરુ ગમે કે હિંસક એવો પણ ધંધો કેમ વધારવો ને વિકસાવવો તેનો માર્ગ બતાવે તે ગુરુ ગમે ? સ્વજનોની મમતા કેમ છોડવી, તેનો માર્ગ બતાવે તે ગુરુ ગમે કે સ્વજનોની મમતા કેમ વધે તેનો માર્ગ બતાવે તે ગુરુ ગમે ? સભા અંધારું દૂર કરનારા ગુરુ જોઈએ.
અંધારું દૂર કરવા અંધારું ન જોઈએ. અંધારું દૂર કરવા દીવો જોઈએ. સૂર્ય તરીકે અરિહંત અને સિદ્ધ ભગવંતો છે અને દીવા તરીકે આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ભગવંતો છે. તીર્થકરો સૂર્ય સમાન છે, કેવળજ્ઞાનીઓ ચંદ્ર સમાન છે, આચાર્ય ભગવંતો વગેરે દીપક સમાન છે. એ દીપક પોતે દીપ્તિમાન રહી સેંકડો દિવાઓને પ્રગટાવે છે. વૈરાગ્ય અને ત્યાગના માર્ગે વીતરાગ બનવાનો માર્ગ બતાવનારા ગુરુઓ જ જ્યોતિષ્માન દીપક જેવા છે, બાકી રાગ, અનુરાગનો માર્ગ બતાવી નરકાદિ દુર્ગતિઓમાં ધકેલનારા ગુરુઓ તો કેવળ અંધકારરૂપ જ છે. એવા અંધારાથી અંધારું દૂર ન થાય. દીપકથી અંધારું દૂર થાય. પણ તમને તમારા અર્થ-કામાદિ અંધારું છે એમ લાગે છે ખરું ? સભા : કોઈ શ્રાવક કે ગૃહસ્થ મહાઆરંભ અને મહાપરિગ્રહ કરતો હોય તો તેનાથી
બચાવવા ઓછા આરંભ ને પરિગ્રહનો માર્ગ કહેવાય ? ના, ન કહેવાય. અમારું કામ સર્વ આરંભ અને સર્વ પરિગ્રહ છોડાવવાનું છે. અમે એનો જ ઉપદેશ આપીએ છતાં એની આસક્તિ કે અશક્તિથી એ ન છોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org