Book Title: Suyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 268
________________ ર૪૯ – ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ 33 - 801 મારા જ ગુરુ સાચા, મારો જ ધર્મ સાચો. આ સિવાય એ બીજું માને જ નહિ. એ સાચું-ખોટું સમજવાનો પ્રયત્ન કરે નહિ. આવા જીવોની ઓળખ આપતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે લખ્યું કે - “અભિગ્રહિક નિજ નિજ મતે અભિગ્રહ' પોતપોતાના મતમાં આગ્રહ ધરવાનો સ્વભાવ અભિગ્રહિક મિથ્યાત્વવાળાનો હોય છે. ૨. અનાભિગ્રહિક મિથ્યાત્વ : જે લોકોને એમ લાગે કે, બધા જ દેવ સરખા, બધા જ ગુરુ સરખા, બધા જ ધર્મ સરખા, બધા જ વાંદવા-પૂજવા યોગ્ય, કોઈને પણ ખોટા ન મનાય, બધા જ સાચા, બધા જ સારા અને બધા જ મારા. ટૂંકમાં સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ સમભાવ – આવું જે માને તેનામાં અનાભિગ્રહિક નામનું મિથ્યાત્વ હોય છે. કારણ કે ક્યારેય પણ બધા જ સરખા, સારા અને સાચા હોઈ શકે નહીં. જેમ પીળું એટલું સોનું નહીં અને ધોળું એટલું દૂધ નહિ, તેમ બધા દેવ-ગુરુ-ધર્મ સરખા હોઈ શકે નહિ. આમ છતાં મિથ્યાત્વના કારણે જ્યારે વિવેકદૃષ્ટિ નાશ પામે છે, ત્યારે બધું જ સરખું લાગે છે. આ રીતે બધું જ સરખું જેને લાગે તે ક્યારેય અસારનો ત્યાગ કરી સાર પામી શકે નહિ અને આરાધના-સાધના માર્ગમાં આગળ વધી શકે નહિ. અનાભિગ્રહિક મિથ્યાદૃષ્ટિનો પરિચય આપતાં પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે લખ્યું છે કે, “અનભિગ્રહિક સહુ સરિખાજી' અનાભિગ્રહિક બધાને સરખા જ માને. એનામાં વિવેક ગુણનો-સારાસારને સમજવાની શક્તિનો અભાવ હોવાથી એ ગોળ ખોળ બધાને સરખું માને. ધોળું એટલું દૂધ અને પીળું એટલું સોનું એવું માને. એટલે એ સુદેવ કે કુદેવ, સુગુરુ કે કુગુરુ, સુધર્મ કે ધર્મ : બધાને સરખા જ માને. ૩. આભિનિવેશિક મિથ્યાત્વ : સાચું-ખોટું સમજવા છતાં પણ પકડેલું ખોટું નથી જ છોડવું. તેવા આગ્રહવાળાને આ ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ હોય. જેમ કે જમાલિ. આ મિથ્યાત્વ એકવાર સમ્યગ્દર્શન પામેલા હોય તેને જ હોઈ શકે છે. એક અપેક્ષાએ આ મિથ્યાત્વ ખૂબ ખતરનાક ગણાય છે. આમાં પોતાની સાથે બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284