Book Title: Suyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 272
________________ ૨૫૩ ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 805 આ ભાઈ તો બંધન-મુક્તિવાલા : હવે સંકલ્પ પાકો ? કે આજ પછી - - છૂટે મોઢે નહિ ખાઈએ, - સચિત્ત જળ નહિ પીવાના, - આજ પછી આટલાં સામાયિક નક્કી, - આટલા કલાકનો સ્વાધ્યાય નક્કી, - દિવસના આટલા કલાક આરાધના કરીશ. - ગુસ્સો નહિ કરું, -- અહંને વશ નહિ થાઉં, - માયાચાર નહિ કરું. - લોભને હું વશ કરીશ. મને તો એવું જોઈએ કે, તમે તમારી વાતો કરો એના કરતાં તમારા પરિવારના લોકો આવીને અમને કહે કે, “સાહેબ ! મોટો ઉપકાર થયો. ચોમાસુ ફળી ગયું. અમારા ભાઈ તો સાવ બદલાઈ ગયા. પહેલાં તો સગડીની ગરમી કરતાં ય વધારે ગરમી એમની હતી, પણ આ ચોમાસા બાદ, તો એ વૃંદાવન જેવા બની ગયા છે.” મારે તમારા માટે તમારા પરિવાર જનોના મોંઢે આવું સાંભળવું છે. ચારે બાજુ ધર્મની સુવાસ ફેલાવવી હોય, ઘરમાં પણ એ ધર્મની અસર ઉભી કરવી હોય, વ્યવહારમાં પણ અસર નિપજાવવી હોય તો તમારે અંતરંગ પરિસ્થિતિ બદલવી જ પડશે. અહીંથી જાઓ એ પહેલાં તમારા પરિણામ એટલા બધા બદલાઈ ગયા હોય કે બધે તમારી એક છાપ પડી જાય અને લોકો તમારા માટે મુક્ત કંઠે બોલતા થઈ જાય કે “આ ભાઈ તો બંધન-મુક્તિવાળા.” એ માટે આજથી જ નક્કી કરી લો કે મારે બંધન તોડવું છે. પરિગ્રહ, હિંસા અને મમત્વનાં બંધનો તોડવા ઉપરાંત મારે મિથ્યાત્વનું મહાબંધન પણ તોડવું જ છે. એ માટે મારે પ્રભુએ જણાવેલ મિથ્યામતોની વાતો જાણીને એનાથી બચવું છે. પ્રભુનો સમ્યગું મત જાણી એનો આદર કરવો છે. આ વિષયમાં જ્ઞાની ભગવંતો વધું શું જણાવે છે તે હવે પછી. (ત્રીજો ભાગ પૂર્ણ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284