________________
૧૨૯
૫ : મમતાનાં બંધન જે ન તુટ્યાં તો... - 28
681
इत्येवं ममताव्याधि, वर्धमानं प्रतिक्षणम् । जनः शक्नोति नोच्छेत्तुं, विना ज्ञानमहौषधम् ।।८।। “મારા બાપ, મારી મા, મારો ભાઈ, મારી બહેન, મારી પત્ની, મારા પુત્રો, મારા મિત્રો, મારાં જ્ઞાતિજનો, મારાં સ્વજનો - આ રીતે મમતાનો-મારાપણાનો રોગ પ્રતિક્ષણ વધી રહ્યો છે. જ્ઞાનરૂપી ઔષધ વિના તેને ખતમ કરવા માણસ
સમર્થ બની શકતો નથી.' કોઈ પણ વ્યક્તિ આરંભ વગેરે પાપોમાં શા માટે પ્રવર્તે છે ? તે જણાવતાં કહ્યું કે -
'ममत्वेनैव निःशङ्क-मारम्भादौ प्रवर्त्तते ।
कालाकालसमुत्थायी, धनलोभेन धावति ।।९।।' “મમત્વતા કારણ જ લોક આરંભ વગેરે પાપ પ્રવૃત્તિઓમાં નિઃશંકપણે પ્રવર્તે છે. ધનના લોભને વશ થઈને કાળ કે અકાળ, અવસર કે અવસર જોયા વિના જ લોક જાગે
છે અને ભાગે છે, દોડે છે.' મમતાને વશ પડીને જેને માટે જે કાંઈ કરાય તે ક્યારેય ક્યાંય કામ આવવાનાં નથી. એ વાત સમજાવતાં કહ્યું છે કે –
'स्वयं येषां च पोषाय, खिद्यते ममतावशः ।
દામુત્ર ર તે ન શ્ય-સ્ત્રાવ શરVII ૨ પા૨ ' મમતાને પરવશ પડેલો જીવ જેવા પોષણ માટે, જેના લાલન-પાલન માટે સ્વયં ખેદ પામે છે - દુઃખી થાય છે, તે આજીવનમાં કે જન્માંતરમાં નથી તો શરણભૂત થતા કે
નથી તો તેઓ તેનું રક્ષણ કરી શકતા.' મમતાને વશ થઈને ઘણા માટે ઘણું કરનાર જ્યારે દુર્ગતિઓનાં દુઃખોમાં સપડાય છે, ત્યારે ત્યાંનાં દુઃખો તો માત્ર એકલા એણે જ ભોગવવાં પડે છે. એ વાતને દર્શાવતાં લખ્યું કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org