________________
૩ - બંધન જાણો ! બંધન તોડો !
અંધ બનેલા જીવો આગળ-પાછળનો વિચાર કરી શકતા નથી.
રાજાએ મારાઓને બોલાવી આદેશ કર્યો. ‘આ સાધુ જ્યાં પણ જાય ત્યાં એને
પકડી એની જીવતે જીવ આખી જ ચામડી ઉત૨ડી લાવો ! એ ચામડી ક્યાંયથી તૂટવી ન જોઈએ. પૂરેપૂરી અખંડ જોઈએ.’
૧૦૨
મહાત્મા તો ઈર્યાસમિતિનું પાલન કરતાં કરતાં જંગલની વાટે સંચર્યા અને સુયોગ્ય ભૂમિ મળતાં ધ્યાન સાધનામાં સ્થિર થયા. ત્યાં જ પેલા મારાઓ તેમનું પગલે પગલું દબાવતા આવી પહોંચ્યા અને કહ્યું કે ‘અમારા રાજવીનો હુકમ છે કે ‘અમારે જીવતે-જીવ તમારી ચામડીને અખંડ રીતે ઉતરડી લેવાની છે.’
654
મહાત્મા તો ઉચ્ચતમ પરિણતિને વરેલા હતા. નિર્મમભાવમાં સતત રમતા હતા. આત્મા અને દેહ વચ્ચેના ભેદજ્ઞાનને એમણે પોતાની ઉચ્ચતમ ધ્યાનદશા દ્વારા સિદ્ધ કર્યું હતું. એટલે આ વાત સાંભળતાં એમના મનમાં કોઈપણ નકારાત્મક કે પ્રતિકારાત્મક ભાવ ન પ્રગટ્યો. તેમણે અત્યંત સહજતાથી કહ્યું કે ‘ભાઈ ! મારા શરીરનું માંસ લગભગ બળી ગયેલું છે. ચામડી સીધી જ હાડકાં સાથે ચોંટી ગઈ છે. એટલે એને અખંડ ઉત૨ડવામાં તમને બહુ જ તકલીફ પડશે અને એમાં ક્યાંય ભૂલ થશે તો તમારો રાજવી તમને શિક્ષા પણ કરશે. તો બોલો, હું કઈ રીતે ઉભો રહું તો તમને ચામડી ઉતારવામાં કોઈ કષ્ટ ન પડે.’
મારાઓ માટે આ વાત અને વાતની આ રીત સાવ જ નવી હતી. આવું વ્યક્તિત્વ એમણે ક્યારેય જોયું ન હતું અને આવું કોઈ વ્યક્તિત્વ હોઈ શકે તેવું તેમણે ક્યારેય કહ્યું પણ ન હતું. આમ છતાં આ કાર્ય એમને માટે અનિવાર્ય હતું.
મહાત્માએ તો પોતાનો દેહ વોસિરાવી દીધો, પાદપોપગમન અનશન સ્વીકારી લીધું. ધ્યાન પૂર્ણ કાયોત્સર્ગની ધારામાં આગળ વધ્યા. મારાઓએ પોતાનું કાર્ય પાર પાડ્યું અને મહાત્મા ત્યારે જ ઘાતિકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા અને બાકીનાં અઘાતિ કર્મોનો ક્ષય કરી મોક્ષે પણ સંચરી ગયા.
અહીં આપણે વિચારવાનું એ છે કે - આવી ઉચ્ચતમ સ્થિતિને વરેલા એ મહાત્માને આ પરિસ્થિતિમાં મૂકાવાનો વારો કેમ આવ્યો ? એ માટે એમના ભૂતકાળ સામે નજ૨ માંડવી આવશ્યક છે. આ પૂર્વેના કોઈક ભવમાં તેઓ એક રાજવી હતા. એકવાર જ્યારે તેઓ રાજસિંહાસન ઉપર બેઠા હતા ત્યારે ભેટણામાં ઉત્તમ ફળ આવ્યું. એ જોઈને એમને એ ફળની આખી જ છાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org