________________
૧૦૪
- ૩ - બંધન જાણો ! બંધન તોડો !
656
સ્થિતિમાં એની દશા શું થાય ? સાપના ભવોમાં હું અને તમે અનંતીવાર આ દશાનો ભોગ બની ચૂક્યા છીએ.
આજે ગાય-બળદોની કુણી-કુણી ચામડી કાઢવા માટે જીવતે જીવ એના ઉપર ઉકળતું પાણી નાંખવામાં આવે અને ચારે બાજુથી એને ધોકાનાં માર મારીને ચામડી ઉતારવામાં આવે. એ સમયની આ જીવોની વેદનાનો વિચાર કરો ! આ બધા એ જીવે પૂર્વમાં કરેલ પાપનાં ફળ છે. આપણે પણ આજે જો હિંસાચારનાં પાપો કરશું તો આપણે પણ આવાં જ ફળો ભોગવવા પડશે.
આજે તમારા વહાલસોયા દીકરા ને દીકરીઓને જે સ્કૂલ ને કૉલેજોમાં મોકલો છો, ત્યાં જ્ઞાન અને વિજ્ઞાનના નામે જીવતાં એવાં અળસીયાં-દેડકાઓને અને વાંદાઓને કાપવામાં આવે - તેના એક એક અવયવો બહાર કાઢવામાં આવે, તેને નિર્દય રીતે મોતને ઘાટ ઉતારવામાં આવે અને તેના ઉપર તેમને માર્ક મળે – સારાં રીઝલ્ટ આવે તેની તે પોતે, તેના સહવર્તીઓ અને તમે કટુંબીઓ અનુમોદના કરો. તે બધાં પાપો તમને અને તમારાં સંતાનોને કઈ ગતિમાં લઈ જશે ? તે તમારા ધ્યાન બહાર ન હોવું જોઈએ.
જે ઉત્તમ ખાનદાન કુળમાં જન્મેલી માતાને, તેનાથી એક કીડી મરી જાય તો એને ચેન ન પડે. કોઈ બારી કે બારણું બંધ કરતાં ગરોળીની પૂંછડી કપાઈ જાય તો આઠ દિવસ સુધી ખાવું ન ભાવે, તેવાં ખાનદાન-ઉત્તમ કુળોમાં જન્મેલાં ધણી ને ધણિયાણી ભેગાં થઈને પોતાનું જ સંતાન, જન્મીને ધરતીનો ઉજાસ જુવે તે પૂર્વે જ પેટમાંને પેટમાં જ રિબાવી રિબાવીને નિર્ભય રીતે એની કતલ કરીને મરાવી નંખાવે ? આમ કરવા છતાં તેમને કાંઈ સંવેદના પણ ન થાય એ કઈ જાતની માનવતા ? નથી લાગતું કે માનવીના રૂપમાં દાનવો જીવી રહ્યા છે. પંચેન્દ્રિય મનુષ્યની હત્યાનાં આવાં નિર્ગુણ કૃત્યો કરનારને જો એનો સચ્ચાઈભર્યો પશ્ચાત્તાપ પણ ન થતો હોય તો તેમને જૈન તરીકે ઓળખાવવાનો કે જૈન તરીકેના કોઈપણ અધિકારો ભોગવવાનો હક્ક રહે છે ખરો ?
આવાં પાપકૃત્યોથી આજે કોણ બચ્યું હશે ? જૈનકુળોમાં પણ આજે આ પાપાચારો ઘૂસી ગયા. એકાદ દીકરો વધારે હોય તો સમાજમાં ખરાબ લાગે તે માટે ખુદ મા પોતે જ શિકારી બનીને – કસાઈ બનીને પોતાના જ સંતાનના ટુકડે ટુકડા કરાવે ? એક એક અંગ છૂટાં પડાવે ? જીવતે-જીવ મારી નંખાવે ? અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org