________________
૮૪
૩
-
બંધન જાણો ! બંધન તોડો !
નિષેધ કરે તેને ‘મમતા બંધન છે, સંયમનાં સાધનો નહિ.' એમ સમજાવવું પડે અને જો કોઈ સંયમનાં ઉપકરણોમાં મમતા કરીએ તો વાંધો નહિ, એવા ભ્રમમાં હોય તેમને આ મમતા એ જ બંધન છે, એમ સમજાવવું પડે.
ટુંકમાં જેમાં જેમાં કર્મબંધની શક્યતા છે તે સામગ્રી, તે ભાવો, તે લાગણીઓ બધું જ બંધન છે અને સતત એનાથી છૂટવાનો પ્રયત્ન કરવાનો છે અને કર્મબંધને તોડનારી સાધના માટે જે અનિવાર્યપણે આવશ્યક છે અને જ્ઞાનીઓએ જેને આવશ્યક તરીકે સ્વીકાર્યું છે, તે બંધન નથી. પણ તેમાં જો મમતા થાય તો તે બંધન છે. માટે ભૂમિકાનુસાર તે સાધનોનો ત્યાગ ન કરવો, પણ તેની મમતા ક્યાંય ન થાય તેની સાવધાની રાખવી. આ બધી વાતો સમજવાની, સમજાવવાની છે.
સભા : સાહેબ ! આજે ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું.
જો ઉપયોગપૂર્વક સાંભળશો તો ઘણું બધું સ્પષ્ટ થઈ જશે.
636
એટલે હવે નક્કી કરો કે પહેલાં પરિગ્રહ છોડવો છે અને એ છોડ્યા પછી એના પ્રત્યે હૈયામાં રહેલી મમતા પણ છોડવી છે.
સભા : મમતા છૂટ્યા પહેલાં પરિગ્રહ છૂટે?
મમતા નબળી પડે એટલે પરિગ્રહ છોડવાનું શક્ય બને અને પરિગ્રહ છોડ્યા પછી મમતાને મારવી સહેલી બને.
Jain Education International
કોઈકવાર એવું પણ બની શકે કે પહેલાં મમતા મરી જાય અને એ પછી પરિગ્રહ સહજતાથી છૂટી જાય. પણ આવું ક્વચિત્ બને. મુખ્યપણે તો પહેલાં પરિગ્રહ છૂટે અને તે પછી મમતા છૂટે.
કલિકાલસર્વજ્ઞ પ્રભુએ ‘યોગશાસ્ત્ર’માં લખ્યું છે -
'बाह्यात् परिग्रहात्प्रायः, प्रकुप्यन्त्यान्तरा अपि । '
‘બાહ્ય પરિગ્રહથી મોટે ભાગે આંતર-પરિગ્રહો પણ કોપાયમાન થાય છે.’
સભા : આંતર પરિગ્રહ એટલે શું ?
મુખ્યત્વે મમતા, મૂર્છા અને વિગતથી જોઈએ તો ચૌદ પ્રકારના રાગાદિભાવો.
સભા : એ ચૌદ પ્રકાર કયા ?
For Private & Personal Use Only
www.jainelibrary.org