________________
૫૩
– ૨: હિંસા કે પ્રતિહિસાથી વૈર શમતું નથી પણ વધે છે – 25 –
605
એ જો સંસારરસિક હોત અને વિવેક વગરના હોત તો વાત જુદી હતી. એ બધા વિવેકી હતા, સમજદાર હતા અને એમની ચિત્તવૃત્તિ નિર્મળ હતી. એટલે આવા કોઈ નબળા કે ખોટા વિચાર એમને આવવાનો અવકાશ ન હતો એટલે જ એમણે પ્રભુના વચનનો આદર કરી રાજ્યનો - સર્વસંગનો ત્યાગ કરી સર્વવિરતિનો સ્વીકાર કર્યો અને રત્નત્રયીની સાધના માટે પ્રભુના ચરણે પોતાનું સમગ્ર જીવન સમર્પી દીધું. આ રીતે એમણે પોતાનાં બંધનો તોડ્યાં. હવે તમારે શું કરવું છે ?
જો તમારે પરિગ્રહની પાછળ પડીને પાયમાલ જ થવું હોય તો મારે કાંઈ કહેવું નથી ! પણ જો તમારે પાયમાલ ન થવું હોય તો આર્ત કે રૌદ્રના પનારે ન પડાય તે માટે આર્ત-રૌદ્રને પેદા કરનાર પરિગ્રહથી બચવું જ રહ્યું. સભા સાહેબ, આપે જેમ આર્તનું સામાન્ય સ્વરૂપ સમજાવ્યું, તેમ રૌદ્રનું સ્વરૂપ
પણ સમજાવોને ! જેથી કાંઈક ખ્યાલ આવે. રૌદ્રધ્યાનનું સ્વરૂપ :
આર્તધ્યાનની જેમ રૌદ્રધ્યાનના પણ ચાર પાયા છે. હિંસાનુબંધી રૌદ્રધ્યાન - ૧, મૃષાનુબંધી રોદ્રધ્યાન - ૨, સ્તેયાનુબંધી રોદ્રધ્યાન - ૩ અને સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન - ૪, એમ રૌદ્રધ્યાનના ચાર પાયા છે.
આ દરેક પાયાની ચિંતા, ભાવના, ધ્યાન અને અનુપ્રેક્ષા - એમ ચાર ચાર પ્રકારો છે. એટલે આર્તની જેમ રૌદ્રનાં પણ સોળ પ્રકાર થાય છે.
જે વ્યક્તિ હતાશ હોય, ભાંગી પડેલ હોય, એને મોટે ભાગે આર્તધ્યાન આવે છે અને જે વ્યક્તિ આક્રમક હોય, કઠોર હોય, નઠોર હોય, કાતિલ હોય, કૂર હોય, તેને મોટે ભાગે રૌદ્રધ્યાન આવે છે.
સામા જીવ કે જીવોને મારી નાંખવાના, ખતમ કરવાના, રિબાવવાના, વિવિધ પ્રકારના ત્રાસ આપવાના, દુઃખ આપવાના, એનું જે થવું હોય તે થાય, તેવા કૂર ભાવોથી હિંસાનુબંધી રોદ્રધ્યાન પ્રગટે છે.
સામાના સુખ-દુઃખ, હિતાહિત, જીવન-મરણની લેશ પણ પરવા કર્યા વગર નિઃશંકપણે જૂઠું બોલવાના - મૃષાવાદ કરવાના કૂર ભાવોમાંથી મૃષાનુબંધી રૌદ્રધ્યાન પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org