Book Title: Suvas 1942 06 Pustak 05 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 14
________________ ૪૨ સુવાસ : જૂન ૧૯૪૨ ઉત્તેજન આપીને તેમાં સંપૂર્ણ રસ ધરાવતાં. શ્રી. કૃષ્ણચન્દ્રના ગદકુમાર, પ્રદ્યુમ્નકુમાર તથા સામ્બકુમાર ઈત્યાદિ કલાપ્રેમી પુએ વજીપૂર નગરા - વજીભ રાજવી સમક્ષ કેટલીક યાદવયુવતીઓ સાથે “કેબેરરંભાભિસાર ” નામક એક સુન્દર નાટક ભજવી બતાવ્યું હતું. એ નાટકમાં ગદકુમારે પરિપાર્શ્વકની ભૂમિકા, સાબકુમારે વિદુષકની ભૂમિકા તથા પ્રદુકુમારે સૂત્રધારની ભૂમિકા ભજવીને પ્રેક્ષકોનાં મનરંજન કર્યા હતાં. આ સંબધી હરિવંશ” નાનક એક પ્રાચીન નાટયગ્રન્થમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. .. ભારતના પ્રાચીન રાજવીઓ નાટયકલામાં રસ ધરાવતા, એટલું જ નહીં પરનું તેઓ સંગીતકલાની ૫ણ ઉપાસના કરતા. રાજવી કુમારિકાઓને વિદ્યાભ્યાસની સાથે સંગીત તેમજ અભિનયની પણ તાલીમ આપવામાં આવતી. પ્રજાજને માટે પણ ખાસ સંગીત-વર્ગો ઉઘાડવામાં આવ્યા હતા. દીપસીના શભ દિવસોમાં તથા અન્ય ઉ સામાં પ્રજાજ . ટક–મંડળી દ્વારા અનેક નાટયપ્રયોગો કરતા. રાજકુમારો તથા કુમારિકાઓ પણ નટ–નટીઓને સ્વાંગ સજીને રાજમદિરની રંગભૂમિમાં અનેક નાટકો ભજવતાં. નાટયાચાયો કાલિદાસે ' માલવિકાગ્નિમિત્ર' નામક નાટકના પ્રથમાંકમાં જ ગણદાસ અને બકુલાલિકા વચ્ચેના સંવાદમાં એ વિષય ઉપર સુન્દર વર્ણન કરેલું છે. બદ્ધ શાસ્ત્રમાં નાટયકલાને પૂરતું સ્થાન નથી અપાયું. પરંતુ દરવીસન પછી નિર્માણ પામેલી બોદ્ધ શિલ્પકલા સંપૂર્ણ નાટયકલાને અનુસરી છે. વિશ્વવખ્યાત અજન્ટા-ઇરાદિ પુરાણ ગુફાઓમાં કેટલાંક સુંદર ભીંતચિત્રો બે હજાર વર્ષ પહેલાં ભારતમાં નાટયકલાઅભિનયકલા અને નૃત્યકલા કેવું સુન્દર સ્વરૂપ પામ્યાં હતાં, તે પર પ્રકાશ પાડે છે. બુદ્ધદેવ પાસે અજાતશત્રનો પ્રસંગ, બુદ્ધ જીતના વિવિધ પ્રસંગે, દુ રાજવીઓ અને ભિક્ષકના મિલાપના અનેક પ્રસંગે-આ બધાં દુએ ભારતની ના લામાંથી જ જન્મ પામ્યાં છે. જે શિલ્પશાસ્ત્રી તથા ચિત્રકારોએ એ પ્રસંગે ગુફાઓની ભીંતમાં કેરી કાઢમાં છે, તે ખરેખર અભિનયકલાના ઉત્તમ પ્રાચીન નમૂના સમાન છે. બુધ્ધદેવની મુકિત પછી દરવીસનની શરૂઆત સુધીનાં પાંચસો વર્ષના ગાળામાં પણ ભારતમાં, નાટયકલા અનેક રૂપે અવંત હતી. એ સમયે ભારતના રાજવીઓ પિતાના રાજમહેલમાં એક રંગભૂમિની ખાસ ગેહવણ કરતા, એટલું જ નહીં પરંતુ પાટનગરમાં પણ જાહેર નાટયગૃહે બંધાવીને ત્યાં નાટક તેમજ નૃત્યના વિવિધ પ્રયોગો ગોઠવવામાં મદદગાર થતા. માર્ય સમ્રાટ ચન્દ્રગુપ્તના સમયમાં પાટલીપુત્રમાં વિષ્ણુગુપ્ત, વાત્યાયન અથવા ચાણક્ય [ઈ.સ. પૂર્વે ૪૦૦] થઈ ગયા. તેમણે ભારતની નૃત્યકલા વિશે વાત્યાયનસૂત્ર” નામક પિતાના એક સભ્યના “સા...ગિક” પ્રકરણમાં વિરતારથી વર્ણન કરતાં લખેલું છે કે, “નાટક-મંડળીના સભાસદોએ સેથી પ્રથમ રંગભૂમિમાં નૃત્યાદિ કલારસિક સ્થાનિક સ્ત્રી-પુરોને, ને ત્યારબાદ કૃત્યના પ્રયોગો બતાવવા આવેલી બહારગામની નાટયમંડળીઓના નાટય તેમજ નુત્યના પ્રયોગે યથાર્થ રીતે કરાવી તેમનો સ્થાનિક રાજવી તેમજ પ્રજાજનો સમક્ષ જાહેરમાં સરકાર કરે.” ચાણક્યથી મહાકવિ કાલિદાસના સમય સુધીની ભારતની નાટયકલાએ તે વિશ્વમાં પ્રભુત્વ મેળવેલું. ઈ. સ. પૂર્વે બીજી સદી (૩) માં દક્ષિણ ભારતમાં મહારાજા દક એક પ્રખર નાટ્યકાર થઈ ગયા. ચારૂદત્ત નામના એક બ્રાહ્મણ વ્યાપારી અને વસતસેના નામની એક નર્તકી વચ્ચેના પ્રેમપ્રસંગને ગુંથી લઈ “મૃચ્છકટિક” નામનું એક સુન્દર સંસ્કૃત નાટક તેમણે રચેલું. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36