________________
પર સુવાસ: જૂન ૧૯૪૨
આવી સામગ્રીમાં (૧) કુદરતી વનસ્પતિ અને (૨) બનાવટી વસ્તુને ઉપયોગ થતો જોવાય છે. વનસ્પતિમાં ઝાડની પાતળી ડાંખળીઓના કટકા કાપીને ઉપયોગમાં લેવાય છે, જેને સામાન્ય ભાષામાં દાતણ કહેવાય છે, જ્યારે બનાવટી વસ્તુને બ્રશના નામથી ઓળખવામાં આવે છે.
વનસ્પતિ-ઝાડના બે વર્ગ: જેનું બી વાવ્યા પછી બે ફાડ સાથે અંકુરિત થાય છે તે (Di–cotolydanous) ને જેને એકજ ફાડ હોય છે તે (Mono-cotolydanous). બે ફાડવાળાં ઝાડનાં વપરાતાં દાતણમાં આપણે બાવળ, આવળ, વડ પીંપળ, લીંબડા, ખીજડે વગેરે ગણાવીશું, અને એક ફાડવાળાંમાં નાળિયેરી, નેતર, ખજૂરી વગેરે આવે છે. બેવડી ફાડવાળામાં રેસા ટૂંકા ને મુલાયમ હોવાથી દાતણ ચાવવામાં મઝા પડે છે ને કૂચડે ઝટ સુંવાળો બને છે. જ્યારે એકવડી ફાડવાળાંના રેસા લાંબા, એકધારા ને કઠણ હવાથી ચાવતાં કંટાળો આવે છે ને કૂચડે પણ જોઈએ તેવો સુંવાળો બનતું નથી. આ પ્રમાણે રેસામાંથી થતા કૂચડાની ગણત્રીએ બેવડી ફાડવાળાં ઝાડનાં દાતણ વધારે લાભદાયી ગણાય. પરંતુ જ્યાં તેવાં ઝાડ બિલકુલ મળી શકતાં જ નથી (હિમાચ્છાદિત પ્રદેશોમાં) અથવા ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે (મલબાર-કોચીન આદિ દરિયાકાઠાંના પ્રદેશોમાં) ત્યાં જનતા એકવડી દાળનાં દાતણને જ ઉપયોગ કરે છે. કેટલીક વખતે કરકસર કે સાનુકૂળતાની દ્રષ્ટિએ પણ તેવાં દાતણ વાપરવામાં આવે છે.
બનાવટી વસ્તુમાં મુખ્ય ભાગે બ્રશ જ વપરાય છે. બ્રશના વાળ અતૂટ અને સુંવાળા ન હોવાથી તેને એક રીતે તે ઉપર વર્ણવાયેલાં એકવડી ફાડનાં દાતણની કેટિમાંજ મૂકી શકાશે. પરંતુ તેના વાળ વધારે કડક હોવાથી તે દીર્ઘ સમય પર્યન્ત કામ આપી શકે છે.
આ પ્રમાણે મુખશુધ્ધિનાં સાધનને વિચાર કરતાં આપણે બેવડી ફાડનાં દાતણ, એકવડી ફાડનાં દાતણ ને બ્રશ ત્રણેનું અવલોકન કરી ગયા. હવે જુદાં જુદાં દષ્ટિબિન્દુએ તે ત્રણેના લાભાલાભ વિચારી જઈએ:
(૧) આર્થિક દૃષ્ટિએ-બ્રશના દીધે વપરાશને ખ્યાલમાં રાખવા છતાં પણ એકંદરે તે બ્રશ કરતાં દાતણ જ સસ્તાં પરવડે છે.
(૨) સ્વચ્છતાની દૃષ્ટિએ-બ્રશ સાથે સરખાવતાં વનસ્પતિનાં દાતણ સરસાઈ ભોગવતાં જણાય છે. કેમકે બ્રશને હાથે કાં તે મૃત્યુ પામેલાં જનાવરનાં અવશેષમાંથી અથવા તે કઈ કૃત્રિમ રાસાયણિક મિશ્રણમાંથી બનાવા હોય છે અને વાળ પણ મૃત પ્રાણીઓનાં શરીરના કે પૂછડાંના વાળના અવશેષરૂપ હોય છે. તેમને ગમે તેવી રાસાયણિક ક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે તે પણ ધાર્મિક દ્રષ્ટિએ તે તેની બાધકતા ટળતી જ નથી. ને એ દૃષ્ટિને બાજુએ મૂકીએ તે પણ અનેક ક્રિયાઓ-પ્રક્રિયાઓના ક્રમમાં ગફલતને પૂરતો સંભવ રહે છે. તે ઉપરાંત બ્રશને વાપર્યા પછી તેને જે પૂરતી કાળજીપૂર્વક સાફ કરવામાં ન આવે તે તેમાં ઝીણી ઝીણી પ્રક્રિયાઓ થતી જઈને (Micro-organismsને લીધે) તે ચેપી (Septic) બની જાય છે. વળી બ્રશ કાયમી વસ્તુ રહેતી હોવાથી એકનું વાપરેલ અન્ય વાપરે તે તેમાં પણ ચેપ લાગવાનો ભય રહે છે. જ્યારે દાતણ એક વખત વાપરી ફેંકી દેવાનું હોઈ તે અંગે આવા કોઈ પ્રશ્ન ઉદ્ભવતા જ નથી. વળી વનસ્પતિમાં કુદરતે એટલી બધી કાળજી દાખવી હોય છે કે અસ્વચ્છતાને કિંચિત્ અંશ પણ પ્રવેશી શકતા નથી. અસ્વચ્છતા કે રગે પ્રવેશ કર્યો હોય તે તે વનસ્પતિનું ઝાડ પતેજ તેટલા પ્રમાણમાં નબળું પડી જતું દેખાય. એટલે આપણે માટે એટલી જ સાવચેતી જરૂરી ગણાય, કે જે ઝાડનું દાતણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com