Book Title: Suvas 1942 06 Pustak 05 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 35
________________ + - નાની - કાકા ની કાર પર મા કલા-સાહિત્ય-વિજ્ઞાન-સમાજ-શ્રી રમણલાલ વ. દેસાઈએ બારમી મેએ પચાસ વર્ષ પૂરાં કરી વનમાં પ્રવેશ કર્યો તે પ્રસંગને અનુલક્ષીને તેમના મિત્રમંડળે સેળમી મેએ સમારંભ યોજી તેમાં ચાંદીની પેટીમાં શ્રી રમણલાલને અભિનંદન ગ્રન્થ અર્પણ કર્યો હતો. અમદાવાદના “સ્ત્રીજીવન” માસિકે શ્રી રમણલાલના વનપ્રવેશ નિમિત્તે રમણલાલ વિશેષાંક પ્રગટ કર્યો છે. ચાલુ મહિનામાં દિ. બ. કૃષ્ણલાલ ઝવેરી ૭૬ મા વર્ષમાં પ્રવેશ કરતા હોઈને તેમને મણિમહોત્સવ ઉજવાશે. આ વર્ષ મુંબઈ વિદ્યાપીઠની મેટ્રીકની પરીક્ષામાં ૨૯૦૦૦ લગભગ વિદ્યાર્થીઓ બેઠેલા તેમાંથી પચાશ ટકા લગભગ પસાર થયા છે. શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવના અવસાનથી ખાલી પડેલા ગુજરાત સાહિત્યસભાના પ્રમુખપદે શ્રી રામનારાયણ પાઠકની વરણી. હૈદ્રાબાદ રાજે કચેરીઓનાં સર્વ કામકાજે ઉર્દૂ ભાષામાં ચલાવવાનું ફરમાન બહાર પાડયું છે. દીનબંધુ સી. એફ. એન્કઝના મારક તરીકે શાંતિનિકેતનમાં ખ્રિસ્તી સંસ્કૃતિનું મંદિર સ્થાપવા માટે મ. ગાંધીજીએ મુંબઈમાંથી ઉઘરાવેલ પાંચ લાખને ફાળો. વડોદરામાં શ્રી પ્રતાપસિંહરાવ કેમર્સ કેલેજની થનારી સ્થાપના. પુનાની વાડિયા કોલેજને હોસ્પીટલમાં ફેરવી નાખવામાં આવી છે. માનસ સરોવર અને કૈલાસ પ્રદેશમાં સંશોધન માટે હિમાલય જનારા. સ્વામી પ્રણવાનંદ ત્યાં ઉના પાણીને ઝર, દરિયાઈ પ્રાણીઓનાં અવશે વગેરે શોધવાની આશા રાખે છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાં લાગેલી આગ. ઈંગ્લાંડ પરના બોમ્બમારાથી એતિહાસિક ઇમારત “ગીલ્ડ હેલીને થયેલ નાશ. લાહેરમાં પંચોલી આર્ટ પીકચરના નવા ચિત્ર અંગે ટુડિમાં કામ કરતાં શાંતા આપ્ટેને નડેલે ગંભીર અકરમાત. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સ્ટીફના કવી નામના ઑસ્ટ્રિયન લેખકે અમેરિકામાં આપઘાત કરી જીવનને અંત આર્યો છે. જાવાલમાં જૈન-વૈષ્ણવ ઝગડાનું મુશ્કેલીએ સમાધાન થયું ત્યાં તે સિરોહીમાં ફરી શરૂ થયેલી જૈન મુતિ એની ભાંગફેડ, કોલ્હાપુર નજીક કુંભેજના શ્વેતાંબર જૈન મંદિર પર આક્રમણ લઈ જઈ દિગંબર જેનોએ તેને પહોંચાડેલું ગંભીર નુકશાન: [ શસ્ત્રસજજ સેનાઓ સામે ઝઝૂમવાની અશકિતથી આંતરરાષ્ટ્રિય જગતમાં શાંતિની ગાજરિયા-પિપૂડી વગાડતી વર્તમાન હિંદી પ્રજા અંદરોઅંદરના વિગ્રહ, એકબીજા ધર્મ પ્રતિ દ્વેષ અને એકબીજાનાં મંદિરે સામે આક્રમણ લઈ જઈ માનવસ્વભાવના મૂળમાં રહેલી હિંસક વૃત્તિનું પ્રદર્શન કરી રહી છે.] સરહદના ખાન સાહેબની પુત્રીએ એક ખ્રિસ્તીને વર તરીકે પસંદ કરવાથી ખાનસાહેબે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી છે; ને સરહદની મહાસભાસમિતિના ઉપપ્રમુખ સુરદાર મિલાપસિંહે ઉકત સંલગ્ન અંગે એક કટાક્ષ કાવ્ય લખવાથી તેમને તેમના પદેથી બરતરફ કરવામાં આવ્યા છે. પૃથ્વી ફરે છે એમ કહેવા માટે ખ્રિસ્તી ધર્મગુરુઓએ ગેલેલિને ફસીને માંચડે લટકાવી દીધેલ. પણ તાજેતરમાં ઉજવાયેલી ગેલેલિયાની ૩૦ મી જયંતીમાં ખ્રિસ્તી ધર્મ સત્તાએ મહત્ત્વને ભાગ નોંધાવ્યો છે અને હવે તેઓ એક વિસ્તૃત ગ્રન્થ તૈયાર કરી રહ્યા છે જેમાં એમ પુરવાર થશે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36