________________
દાંત, દાંતણ ને અગમેલઃ ૫૩ કાપવામાં આવતું હોય તે તાજું અને લીલું હોવું જોઈએ. તે ઉપરાંત વનસ્પતિનાં દાતણ માટે એક સાવચેતી એ રાખવી જોઈએ કે તેને હમેશાં પાણીથી પ્રથમ સાફ કરીને પછી વાપરવું કે જેથી તેને કંઈ અશુદ્ધિ લાગી હોય તે તે ધેવાઈ જાય.
(૩) પિષક તની દષ્ટિએ-વનસ્પતિનું દાતણ કૂચડે બનાવતાં લગી ચાવવું પડતું હેવાથી દાંતને લગતી ગ્રન્થીઓ જાગૃત થઈ જાય છે ને તેમાંથી ઉત્પન્ન થતે રસ મુખશુદ્ધિ કરવામાં સહાયક થાય છે; જયારે બ્રશની બાબતમાં આ ક્રિયાનો તદન અભાવ જ છે. તે ઉપરાંત જે વનસ્પતિનું દાતણ વપરાય છે તેના ખુદમાં રહેલા ફાયદા પેઢાને અને પ્રકારતે દાંતને મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. આ કાયદા બ્રશ અંગે તે મળતા જ નથી. બલકે બ્રશના વાળ કડક હોઈને બેકાળજીથી વાપરતાં પેઢાંને ઇજા પહોંચે છે, છેલાઈ જાય છે ને રકતાશ્રવ નીપજે છે. બ્રશની સાથે કેટલીક વખતે જે ખુશબેદાર દંતમંજનાદિ વપરાય છે તે કેટલેક અંશે પિષણની જરૂરિયાતને પુરી પાડે છે પણ સાથે જ તે ખર્ચમાં ઉમેરો કરે છે.
(૪) ટકાવની દષ્ટિએ-દાંતની સફેદી ટકાવવામાં વનસ્પતિનું દાતણ મદદરૂપ બને છે, જયારે દંતમંજન વાપરવાથી દાંત કંઈક પીળાશ પડતા જાય છે. એકલું જ બ્રશ વપરાય તે દાંતની મદીનો ચળકાટ ટળી રહે છે ખરો. છતાં બ્રશના વાળની કડકાશને લીધે અને હરહમેશના ઘસારાથી દાંતનું એનેમલ ઉખડી જાય છે, જેથી જ્ઞાનતંતુ અને રક્તકેશવાહિનીવાળા ભાગ ઉધાડે થતાં, બ્રશથી ઘસતી વખતે ઇજા થાય છે. કદાચ બ્રશને ઉપયોગ કાળજીથી કરાય તે પણ મેંમાં નંખાતા ઠંડા કે ઉષ્ણ પદાર્થોની થતી અસરથી તે તે બચવા નથી જ પામતા. આ અસર મુખ્ય અંશે દુખાવા રૂપે જ ભગવાય છે.
(૫) શુદ્ધિકરણની દષ્ટિએ-દાંતની પંકિત ઉપર દાતણને કૂયડે ઘસતાં તે નરમ હોવાથી બે દાંતની વચ્ચેની જગ્યામાં ભરાઈ રહેલી અશુધ્ધિ સહજ સાફ નથી થતી. જયારે બ્રશના વાળ કડક હોવાથી તે અશુધ્ધિને પણ તે ઉખેડી નાંખે છે. પણ બ્રશમાં મુખ્યનુકશાન એ છે કે તે અશુદ્ધિ ઉખેડવાની સાથેસાથ દાંત અને પેઢાંને પણ હાનિકારક ઘસારો પહોંચાડે છે. એટલે વિશેષ ઇચ્છનીય એ છે કે કૂચડાને વધારે કાળજીપૂર્વક ઉપગમાં લઈ બધી શુદ્ધિ કરી લેવી.
(ક) સુલભતાની દૃષ્ટિએ–જે પ્રદેશમાં કુદરતે પિતાને ખજાને સદા ઉઘાડે જ રાખે છે ત્યાં તે નજર કરતાં અને લાંબો હાથ કરતાં કોઈ પણ જાતની વનસ્પતિ મળી જાય છે. એટલે ત્યાં બ્રશનો વિચાર કરો તે હાનિકારક છે. પરંતુ જયાં વનસ્પતિ સમૂળગી મળતી જ ન હેય ત્યાં ન છૂટકે બ્રશથી ચલાવવું પડે. પણ પશ્ચિમનું આંધળું અનુકરણ કરીને જ્યાં ત્યાં બ્રશ વાપરવું તે કોઈ પણ દૃષ્ટિએ એગ્ય નથી.
આ રીતે દાંત અને દાતણની વિચારણા પછી હવે આપણે બીજા અંગો પર દષ્ટિપાત
કરીએ.
છભ ખરી રીતે માંસના એક લેચા સમી છે. શરૂઆતમાં આપણે કહી ગયા છીએ કે દરેક ઇન્દ્રિય પિતાને મળ રાત્રિ દરમ્યાન એક કરે છે, જે આપણે પ્રાત:કાળે કાઢી નાંખે રહે છે. તેમાં, હાજરીમાં પાચન થતે પદાર્થ આગળ વધીને આંતરડાંમાંથી પસાર થયા બાદ તેમાંનું અપષક તત્વ મુખ્યત્વે મળદ્વારા બહાર બહાર પડે છે પરંતુ તેને અંગે થતી ક્રિયાને લીધે તથા રાત્રિમાં ચાલતા શ્વાસે શ્વાસને લીધે જીભ ઉપર એક જાતની ખાટી-છારી બાઝે છે. આ છારીનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com