Book Title: Suvas 1942 06 Pustak 05 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 15
________________ ભારતની નાકલા ૪૩ નાટક આજે પણ ભારતના નાટ્યસાહિત્યમાં “વસન્તસેના'ના નામથી અમરપટ ભોગવે છે, એટલું જ નહીં પરંતુ મહારાજા શકરચિત એ “મૃચ્છકટિકમ' નાટકનાં અંગ્રેજી, કેન્ય અને જર્મન ભાષાઓમાં ભાષાન્તર પણ થઈ ચૂકેલાં છે. ભારતવર્ષની પ્રાચીન નાટ્યકલા માટે એ ગેરવની વાત છે કે, વર્ષો પૂર્વે લન્ડન, પેરીસ અને બર્લીનની યુરોપીય રંગભૂમિ ઉપર પણ “મૃચ્છકટિક્સ ” નાટક ભજવાઈ ગયેલું. ભારતમાં, તે એ નાટકનાં અનેક ભાષાઓમાં ભાષાન્તર થયાં છે અને એ નાટક ભારતની રંગભૂમિ ઉપર અદ્યાપિપયન્ત ભજવવામાં આવે છે. નાટયકાર થઇક પછી તરત જ ભારતમાં “મિલ-સૌમિલ” નામધારી બે નાટ્યકારે થઈ ગયા. એ બને નકારે સંયુક્ત નામથીજ નાટક રચતા. નાટકોના સંવાદમાં સૂત્રો અને રૂપકોની પ્રથામાં રામલ-સૌમિલ નવીનતાનો ઓપ આપી ગયેલા. - ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં ઉત્તર ભારતમાં ભાસ કવિ થઈ ગયા. તેમણે અનેક નાટકે રચેલાં. પરંતુ તે પછી તેના વિશે કહેવાય છે કે, નાટકે બરાબર રીતે રચાયાં છે કે નહીં તેની આકરી કસોટી-પરીક્ષા કરવા માટે ભાસ કવિએ પંદરથી વીસ નાટકોને અગ્નિમાં હોમી દીધાં. આથી બધાં નાટકો આંમાં બળીને ખાખ થઈ ગયાં. પરંતુ તે બધાં નાટકોમાં “સ્વપ્રવાસવદત્તા' અને પ્રતિમા નામનાં નાટકો સર રીતે રચાયેલાં હોવાથી અગ્નિમાં બળ્યાં નહીં. આથી ભાસ કવિનાં એ બંને નાટકો ભારતીય નાટયસાયમાં અમર બન્યાં છે. મહાકવિ કાલિદાસ પણ “માલવિકાગ્નિમિત્ર'ના પ્રવેશકમાં ભાસની અખંડ કિતનો નિર્દેશ કરે છે. ભાસનાં ઉપરોક્ત બંને નાટક ઉપરાંત આજે અભિષેક”, “મધ્યમ વ્યાયેગ,” “તઘટોત્કચ, “પ્રતિમા ગંધરાયણ, બાલચરિત વગેરે સંખ્યાબંધ નાટક મળી આવે છે.' હિમની પહેલી સદીમાં કવિકુલગુરુ કાલિદાસનાં નાટકો અગ્રસ્થાને આવે છે. વિક્રમના રાજકવિ તરીકે જગમશહૂર બનેલા એ મહાકવિએ ઘુવંશ' કુમારસંભવ” ને “મેઘદૂત' સમાં અપ્રતિમ કાવ્યો ઉપરાંત માલવિકાગ્નિમિત્ર, વિક્રમર્થશીય” અને “અભિજ્ઞાન શકુન્તલમ' એ ત્રણ અમર નાટકે રચેલાં છે. આજે એ નાટક રચાયાંને બે હજાર વર્ષ વીતી ગયાં હોવા છતાં “શાકુન્તલ' નાટક ઉપર જગતની પ્રજાઓ મુગ્ધ બનેલી છે. યુરેપનો મહાન કવિ ગેટે તે તેને મસ્તકે મૂકીને નાચ્યો હતે. કાલિદાસના સમયમાં ભારતમાં નાટયકલાએ કે વિકાસ સાથે હતા તે તેનાં નાટકો ઉપરથી સહેજે જણાઈ આવે છે. હજુ હમણાં જ “વિક્રમોર્વશીય' નાટકનું અંગ્રેજીમાં ભાષાન્તર થયું છે. ગઈ સદીમાં અંગ્રેજ સાહિત્યકાર સર વિલિયમ જેસે “શાકુન્તલ” નાટકનું, તથા પ્રો. વિસને “મેઘદૂત ” જેવા અમર કાવ્યગ્રંથનું અંગ્રેજી ભાષામાં ભાષાન્તર કરીને પ્રાચીન ભારતની નાટયકલા, તેની શૈલી અને રચનાનો યુરોપમાં પ્રચાર કર્યો હતો. . નામાંકિ નાટયકાર કાલિદાસ પછી ઇસ્વીસન એકથી અગિયારમી સદી સુધીમાં અનેક મહાન નાટવકારે ભારતમાં થયા છે. તેમાં હવે દેવ, વિશાખદત્ત, ભવભૂતિ, નારાયણ ભટ્ટ, મુરારિ, રાજશેખર, ભીમટ, મેશ્વર અને જયદેવનાં નામો મુખ્ય છે. જેમની અનેક નાટયકૃતિઓ આજે ભારતીય નાટયસાહિત્યમાં અગ્રસ્થાન ભોગવે છે. દરવીસનના ત્રીજા શતકમાં "ચક” નામધારી એક નાટયકાર કાશ્મીરમાં થઈ ગયો. એ નાટયકારે અનેક સુન્દર સંસ્કૃત નાટક રચલાં, પરંતુ તેમનું આજે એક પણ નાટક ઉપલબ્ધ નથી, કનોજના મહારાજા શ્રી હર્ષદેવ કલારસિક તેમજ નાટયપ્રેમી હતા. હર્ષદેવે પણ ત્રણ નાટકે રચેલાં. એ નાટકો કનોજમાં અનેકવાર ભજવાઈ પણ ગયેલાં. શ્રી હર્ષદેવ રચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36