Book Title: Suvas 1942 06 Pustak 05 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ ભારતની નાટ્યકલા કિશાર કાઢારી લોકાના સુખદુ:ખયુકત વભાવને અ‘ગાદિના અભિનયે વડે પરિપૂર્ણ –ઉલસિત ખનાવવી તેનુ નામ નાટક: વેદ તથા ઇતિહાસના જનસમુદાયનું ચરિત્ર તેમજ તેના અની ખરી કલ્પના કરનાર, લેકામાં વિનાનુ એકમાત્ર સાધન તેનું નામ તે નાટક, ભરતમુનિ ભારતવર્ષની નાટયકલા વેદ અને પુરાણુ જેટલી પ્રાચીન છે. યુરાપની નાટયકલા તા હજી ગઈ કાલે વિકાસ પામેલી, પરન્તુ ભરતખંડમાં તા તે કલા છેક યુગમાં પૂર્ણ રીતે ઉદય પામેલી. આથી પુરાતન ભારતનું નાટયસાહિત્ય વિશ્વમાં અગ્રસ્થાન ભોગવે છે. ભારતના ખકે સમગ્ર વિશ્વના આદિ નાટયાચાય ભરતમુનિએ ‘· નાટયશાસ્ત્ર' જેવા અભિનયકલા, સંગીતકલા, અને નૃત્યકલાને અદ્વિતીય ગ્રન્થ રચીને વિશ્વના નાટય–સાહિત્યમાં પોતાનું નામ અમર કર્યું છે. ' ભારતમાં છેલ્લાં અઢી હજાર વર્ષોમાં નાયસાહિત્યને લગતા અનેક સુન્દર સ’સ્કૃત નાટયગ્રન્થા રચાયા છે. પરન્તુ તેમાં ‘ ભરત નાટયશાસ્ત્ર ’ની તોલે આવે એવા સુન્દર ગ્રન્થ ભાગ્યે જ ખીજો કેઇ હશે. કવિકુલગુરુ કાલિદાસચિત ‘ શાકુન્તલ ' જેવું સશ્રેષ્ઠ સુન્દર નાટક પણ ભારત સિવાય જગતભરમાં અન્ય કોઇ દેશ પાસે નથી. . ભરતમુનિએ જે નાટયશાસ્ત્રની રચના કરી હતી, નાટયશાસ્ત્ર ઈસ્વીસન પુછી તરત જ વ્યવસ્થિત રીતે રચવામાં આવેલા. ભરતમુનિએ · નાટયગ્રન્થ' અને ‘નાટયવેદ' એવા બીજા (?) એ ગ્રન્થા પણ રચેલા. એ બન્ને ગ્રન્થેા ઇસ્વીસનના ચેાથા શતકમાં ફરીવાર નવેસરથી લખાયેલા. જેમાંના છેલા બે ગ્રન્થા ત્રિવેન્દ્રમના મહારાજાના રાજમન્દિરના ખાસ પુસ્તકાલયને અત્યારે શોભાવી રહ્યા છે. આ ઉપરાંત ઇસ્વીસન પછી લખાયેલા અનેક સુન્દર સ ંસ્કૃત નાટયગ્રન્થા ‘ નાટય રત્નકોષ’, ‘નાટય ચન્દ્રિકા,' નાટય લોચન, રસાવ સુધાકર વગેરે ભારતવર્ષની અનેક પ્રસિદ્ધ સાસાયટીએ હસ્તક મેાજૂદ છે. ભારતવર્ષમાં નાટ્યકલાની કેવી રીતે ઉત્પત્તિ થઇ તે વિશે રસમય હકીકતા ભારતના પ્રાચીન નાટયગ્રન્થામાંથી મળી આવે છે. બ્રહ્માની આજ્ઞાથી ભરતમુનિએ ‘લક્ષ્મી સ્વયંવર' નામનુ ત્રિઅંકી નાટક રચીને સાથી પ્રથમ ઇન્દ્રાદિ દેવે સમક્ષ ભજવી ખતાવ્યું હતું. ત્યારબાદ એ નાટકકલાને સંપૂર્ણ લાભ દરેક માનવીને મળે, એ આશયથી નહુષ નામક એક નાટયરસિક રાજવીએ ઇન્દ્રદેવની પરવાનગી મેળવીને ભરત નાટયકલાને સમગ્ર ભારતવમાં પ્રચલિત કરી ઋષિ-મુનિઓ સમક્ષ કેટલાક નાટયપ્રયોગા ભજવી બતાવ્યા. આ રીતે સાથી પ્રથમ ભારતમાં નાટ્યકલા જન્મ પામી અને ઉત્તરાત્તર તેના વિકાસ થતે ગયા. ચાર વર્ણ ને અનુકૂળ થઇ પડે એવાં નાટકા માટે ચાર વેદેમાંથી જુદા જુદા રસ ગ્રહણ કરીને ભરતમુનિએ ‘નાટ્યશાસ્ત્ર' જેવા અમૂલ્ય ગ્રન્થની રચના કરી. ‘નાટયશાસ્ત્ર’ની રચના કરતાં ભરતમુનિએ ઋગ્વેદમાંથી પાડય’, સામવેદમાંથી ‘સંગીત', યજુવેદમાંથી ‘અભિનય' અને અથર્વવેદમાંથી ‘રસ તથા ગુણ’ના સાર ખેંચીને જે ‘નાટયશાસ્ત્ર’ રચ્યું, તેને પાછળથી ‘પાંચમા વેદ’ની ઉપમા મળી. પાંડવ–કૈારવના યુગમાં તે નાટયકલા પૂર્ણ રીતે વિકાસ પામેલી. એ સમયે ભારતના આય રાજવીઓ, રાજકુમારા, કુમારિકાઓ તથા અન્ય પ્રજાજના નાટ્યકલાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36