Book Title: Suvas 1942 06 Pustak 05 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ ૪૦ સુવાસ: જૂન ૧૯૪૨ પછી તે સમય જતાં બીસ્માર્ક જર્મનીનો ચાન્સેલર અને પ્રીન્સ બન્યું. પરંતુ ઉકત રવીડીશ યુવતીના મનમાંથી તેનું નામ નહતું ભુંસાયું. ચાળીશ વર્ષ પછી તે પિતાના પતિ સાથે જ્યારે બલીનની ફરી મુલાકાતે આવી ત્યારે તેણે ચાન્સેલરના મહેલે જઈ પિતાનું નામ મોકલાવ્યું. બિસ્માર્કે તેનું સ્નેહભર્યું સ્વાગત કર્યું. દેવી,” બીમાકે દમય મિતપૂર્વક કહ્યું, “માનવજિંદગી કેટલી વિચિત્ર છે? તમારી સાથે મેં જે ત્રણ દિવસ ગાળ્યા તેમાં મને સાક્ષાત સ્વર્ગને જ અનુભવ થયેલે ને મારામાં કવિતાની ઊમિઓ પ્રગટી નીકળવાથી મેં કેટલાંક કાવ્ય પણ રચેલાં. પરંતુ પછી હું કવિતાને વિસરી જઈ શુષ્ક રાજનીતિમાં પડે. અને આજે જર્મનીને ચાન્સેલર છતાં મધુર સુખના આસ્વાદ માટે તે મારે તે ત્રણ દિવસની સ્મૃતિને જ જગવવી પડે છે.” પ્રીન્સ બીસ્માર્કને નાનપણમાં હિંદમાં બ્રિટિશ બ્રજ નીચે લશ્કરી નેકરીમાં જોડાઈને પ્રીન્સ વાલ્ડામારની જેમ કીર્તિ કમાવાની ઈચ્છા થયેલી. પણ બીજી જ પળે તેને વિચાર થયે‘હિંદીઓએ મારૂં શું બગાડયું છે ? –ને તેણે ઉકત ઈચ્છાને દબાવી દીધી. કુદરતે તેને જર્મનીને મહામંત્રી ને પ્રીન્સ બનાવીને એ દાબને બદલે આયે. અલંકાર સજવાની તૈયારી કરતાં મુમતાઝબેગમેદાસી પાસે પોતાનું કિંમતી દર્પણ મંગાવ્યું પણ દર્પણ લઈ આવતાં અકસ્માત દાસીના હાથમાંથી તે સરકી ગયું ને આરસની ભેય સાથે અથડાવાથી તેના કકડા થઈ ગયા. દાસી મુમતાઝબેગમની સમીપ જતાં આસુભરી આંખે બેલી બેગમસાહિબા, અકસ્માતથી દર્પણ મારા હાથે તૂટી ગયું છે. [અજ કજા આઈએ ચીની શિકસ્ત ! ]' ત્યારે શાહજહાંની પ્રિયતમાએ સ્મિતભર્યા વદને ઉત્તર દીધો– “સારું થયું, કે (સેન્દિર્યનું પ્રતિબિંબ નિહાળીને) ગર્વ અનુભવવાનું સાધન ટળ્યું. ખૂબ શુદ! કે અસ્માબે ખુદ બીની શિકસ્ત ! ]” ઈગ્લાંડને નૃપતિ ચાટર્સ બીજે હજામત કરાવવાને બેઠા હતા ત્યારે અચાનક હજામભાઈએ કહ્યું, “સાહેબ તમારા બધા પ્રધાને કરતાં પણ વધારે વિશ્વાસ તે તમને મારામાં હોવો જોઈએ.” કેમ વારૂ?” નૃપતિએ ચમકીને પૂછયું. “તમારા પ્રધાને તમને મારવા માગે છે તેમને અનેક કાવત્રા કરવા પડે,” હજામે પિતાનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું, “ જયારે મારી એવી ઈચ્છા થાય તે હું તે તે એક સેકન્ડમાં જ તે પાર પાડી શકું.” તારી કલ્પનાશકિત તો ખૂબ જ ઊંચે ઊડી શકે છે,” નૃપતિએ હસીને કહ્યું, “પણું તેની પાંખ દ્રોહની બનેલી છે. મારા પ્રધાનને જ્યારે એવી પાંખ આવવા માંડે છે ત્યારે હું તેમને કશી ભેટ આપ્યા વિના જ વિદાય કરી દઉં છું. પણ તારું સ્થાન તને એમના કરતાં ઘણું જ ઊંચું લાગે છે એટલે તને આ દશ રૂપિયાની ભેટ સાથે વિદાય આપું છું.”– એમ કહીને નૃપતિએ ચમકેલા હજામભાઈના હાથમાં રૂપિયા દશ મૂકી દીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36