Book Title: Suvas 1942 06 Pustak 05 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 20
________________ ૪૮ “સુવાસ: જૂન ૧૯૪૨ દેવું પડતું?” ત્રિવેદીએ પૂછ્યું. “મારે ? હું ખાનગી ભણાવતે જ નથી." બે જ માણસ છો એટલે એવી લાપરવાહી તમને પોસાય. અમને તે છોકરાંની ધીંધ એવી ઘેરી વળી છે કે ન પૂછો વાત !” “છોકરાં હોવાં એ તે નશીબદારી મનાવી જોઈએ.” સુરેશે કહ્યું. એ નશીબદારીથી એક લાભ તે થયે જ છે.” ત્રિવેદીએ કહ્યું. શે?”_“ઘરમાંથી ઊંદર નાસી ગયા છે.” “ ઊંદર શા માટે નાસી ગયા?” ઉપમાએ હસતાં પૂછ્યું. “ઊંદર તે ખાવાનું મળે ત્યાં રહેને ? મારા ઘરમાં તે દાણાનેય અભાવ રહે છે, એટલે ઊંદર અહીં રહીને કરે શું?” ત્રિવેદીએ મજાકભરી ગંભીરતા ધારણ કરી કહ્યું. “જબરા તમે ય ઊંદર નસાડનારા!” ઉપમાએ કહ્યું. જ્યાં છોકરાંના બાજરાના જ વાંધો છે ત્યાં બચ્ચા ઊંદર તે ખાવાનું કયાંથી જ પામે?” ત્રિવેદીએ કહ્યું. “અને તમારાં જેવાં કોઈ દિવસ ફેટો પડાવવાય ન આવે એમાં અમે કાયમી ભૂખમરામાંથી ઊંચે કેમ કરીને આવીએ?” “આજે અમે ફોટો પડાવવા જ આવ્યાં છીએ.” સુરેશે કહ્યું. મેણના માર્યા તે જોગી નથી થતા ને?” ત્રિવેદી મર્માળાં વચન બેલવા છતાં મુખપરની ગંભીરતા જરા ય ઓછી થવા દેતો ન હતો. “પૂછે આને!સુરેશે ઉપમા તરફ આંગળી ચીંધી કહ્યું. સ્ત્રીઓ ખોટું ન જ બોલે એવી તમારી માન્યતા છે ? એ માન્યતા બદલાવી નાખજે. સ્ત્રી એટલે જૂઠને અવતાર.” “ સ્ત્રીઓને તમને બહુ ખરાબ અનુભવ થયો હોય એમ લાગે છે.” ઉપમાએ કહ્યું, હે?ત્રિવેદીએ કહ્યું, “બહુ સારે અનુભવ છે એટલે એમ કહું છું.” તમારી વાતને મર્મ પકડી શકાતા નથી.”ઉપમાને ત્રિવેદીની વિચિત્રતા ગમી. “એમાં મર્મ-કર્મ કંઈ છે જ નહીં.” ત્રિવેદીએ કહ્યું, “છોકરાને અડધાં ભૂખ્યાં રાખી પતિને તાણ કરી કરીને ખવડાવતાં તપેલાં ખાલી કરી નાખતી વખતે પત્ની જરાય આંચકે. ખાધા વિના કહી દે છે કે, “તપેલાં બધાં ભરેલાં છે!” અને પરિણામે પિતે તદ્દન ભૂખી રહે છે, એ જૂઠ નહીં તે બીજું શું?” સુરેશ ને ઉપમા ત્રિવેદીની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. “ અથવા ” ત્રિવેદીએ આગળ ચલાવ્યું. “ કદાચ એને જૂઠ ન પણ કહી શકાય. ખાલી તપેલામાં ય હવા તે ભરી જ હોય છે ને ? સ્ત્રી પત્ની તરીકે જુઠ્ઠી છે એના કરતાં ય માતા તરીકે વધારે જુકી છે. જે છોકરાંને બાપ તેમને પૂરતું ખાવાનું ન આપી શકતા હોય તેમને કહેવું કે તારે બાપ તને બેરિસ્ટર બનાવશે, એ જ નહીં તે બીજું શું ? ” કહી એ હસી પડશે. સુરેશ કે ઉપમા હસી ન શકયાં. * કેમ તમે હસતાં નથી ?” ત્રિવેદીએ પૂછ્યું. આવી વાત સાંભળી હસવું કેમ આવે ?” ઉપમાએ સામું પૂછયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36