Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi

View full book text
Previous | Next

Page 4
________________ (૩) ચાતુર્માસ અમદાવાદ શ્રી કૃષ્ણનગર જૈન સંઘમાં થતાં ત્યાં સામુદાયિક તપ તરીકે અક્ષયનિધિ તપ કરાવતાં ૨૪૦ જેવી અતિવિશાળ સંખ્યામાં બાળકથી લઈ વૃદ્ધો સુધીના સહુ જોડાયા. આ રીતે વર્ષોવર્ષ તે તપની આરાધના કરાવવાના સમયે વિધિ પુસ્તિકાની અતિશય ખેંચ પડતાં પૂર્વસંયોજક મહાત્મા (હાલ આચાર્ય ભગવંત)ની સંમતિ મંગાવવા પૂર્વક સાતમી આવૃત્તિની વિ.સં. ૨૦પરના પ્રારંભમાં ૩૦૦૦ નકલ પ્રસિધ્ધ કરવામાં આવી, પરંતુ ૬-૭ મહિનાના ટૂંકા ગાળામાં તે નકલો પણ પૂર્ણપ્રાયઃ થવા આવતાં આ આઠમી આવૃત્તિ પ્રકાશિત કરી રહ્યા છીએ. રામકૃષ્ણ કૉમ્પ્યુટર્સવાળા ભાઈશ્રી કનુભાઈ ભાવસારે ખૂબ ટૂંકા ગાળામાં સુઘડ અને સુંદર પ્રિન્ટીંગ કામ કરી આપ્યું તે આ પ્રસંગે કેમ ભૂલાય ? પૂર્વ આવૃત્તિઓની માફ્ક સૌ આ આવૃત્તિનો પણ સુંદર લાભ ઉઠાવી આરાધનામાં વેગ લાવે અને આરાધના કરવા દ્વારા સૌ વહેલામાં વહેલી તકે અક્ષયનિધાન-કેવળજ્ઞાન પ્રાપ્ત કરે એ જ આશા રાખીએ છીએ. શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું-છપાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે “મિચ્છામિ દુક્કડં’' આઠમી આવૃત્તિ પ્રસંગે આ આઠમી આવૃત્તિના પુનઃમુદ્રણના મંડાણ સંપાદક મુનિશ્રી એ જીવનમાં કરેલ વિધ-વિધ તપશ્ચર્યાઓ પૈકી બીજી વખત સળંગ કરેલ ૫૨૨ આયંબિલ તપની પૂર્ણાહુતિ અમદાવાદ શ્રી વિજયનગર જૈન સંઘના આંગણે થવા આવતા ગુરુભકતો અને શ્રી વિજયનગર જૈન સંઘે પાંચ દિવસના જિનભક્તિમહોત્સવનું આયોજન કર્યું તે મહોત્સવ ધર્મતીર્થપ્રભાવક પૂજ્ય આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાની પાવનનિશ્રામાં ઉજવાયો અને તેમાં મહોત્સવના અન્તિમ દિવસે સકલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66