Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan Author(s): Vijaynityanandsuri, Publisher: Chinubhai Shantilal Doshi View full book textPage 3
________________ ( નિવેદન ) “સૂત્ર વિધિ સહિત શ્રી અક્ષયનિધિ તપોવિધાન” નામની આ લઘુ પુસ્તિકાની આઠમી આવૃત્તિ પ્રકાશિત કરતાં અમોને ઘણો આનંદ થાય છે. ઘણાં ગામો અને શહેરોમાં ચાતુર્માસના દિવસોમાં નાના-મોટા સહુ સામુદાયિક આરાધનામાં જોડાય છે. ત્યારે વિધિમાં આવતા સૂત્રો કે બધી વિધિ ઘણાને આવડતી નથી હોતી ત્યારે તેઓને મુંઝવણ થાય છે. આ મૂંઝવણ દૂર કરવા તથા સામુદાયિક ક્રિયાના ટાઈમ કરતાં વહેલી કે મોડી ક્રિયા વિધિ કરવી હોય ત્યારે તેઓ સરળતાથી ક્રિયા કરી શકે તે માટે આગમપ્રજ્ઞ સ્વ. પૂ. આ.શ્રી વિજય જંબુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તપસ્વી પુ.મુ.શ્રી નિત્યાનંદવિજયજી મ.સા. (હાલ આચાર્ય ભગવંત) સં. ૨૦૦૯માં આ રીતે વિધિ સૂત્રો સહિત પુસ્તિકાની સંકલના કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવેલ એમ કરતાં આ લઘુ પુસ્તિકાની આજ સુધીમાં ૬-૬ આવૃત્તિ છપાઈ ગઈ તે ઉપરથી તેની ઉપયોગિતાનો ખ્યાલ આવે છે. તેમાં છઠ્ઠી આવૃત્તિ સં. ૨૦૪૧માં પ્રસિદ્ધ થયેલ તે પછી ૧૧-૧૧ વર્ષ સુધી તેની કોઈ નવી આવૃત્તિ બહાર પડેલ નથી. પરમ પૂજ્ય પરમશાસનપ્રભાવક તપાગચ્છાધિપતિ મોસૈકલક્ષી દેશનાદક્ષ પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ વર્ધમાનતપની ૧૦૦ + ૬૨ ઓળીના આરાધક પૂ. મુનિરાજ શ્રી જિનયશવિજયજી મ.સા. આદિ વિ.સં. ૨૦૪૯નું ચાતુર્માસ મણિનગર કરતાં ત્યાં સામુદાયિક અક્ષયનિધિ તપ કરાવતાં ૪૫-૫૦ ભાગ્યશાળીઓ જોડાયા. વિ.સં. ર૦૫નું ચાતુમસ અમદાવાદ પાછીયાની પોળ આરાધના ભવનમાં કરતાં ત્યાં પણ સામુદાયિક અક્ષયનિધિ તપમાં ર૭ ભાગ્યશાળીઓ જોડાયા અને વિ.સં. ૨૦૫૧નું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 66