Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar Author(s): Ratnamandan Gani Publisher: Atmanand Jain Sabha View full book textPage 5
________________ પોતાના દ્રવ્યને કેવી રીતે સન્માર્ગે વ્યય કર્યોં અને ધર્મની કેવી ઉત્તમ રીતે સેવા કરી તે આખું ચરિત્ર આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. આ વૃત્તાંત લગભગ તેરમી સદીમાં બનેલ છે. તે વખતે દીલ્લીના તખ્ત ઉપર અલ્લાઉદીન ખીલજી રાજ્ય કરતા હતા, જેણે ઇ. સ. ૧૨૯૭ માં કરણઘેલાની પાસેથી ગુજરાત સર કર્યું" હાય તેમ ખીંછ આસપાસની હકીકતપરથી માલમ પડે છે. તે વખતે માળવામાં ( હાલના ધાર સ્ટેટમાં આવેલ ) માંડવગઢ નામનું મેાટી સમૃદ્ધિવાળું શહેર હતું અને પરમાર વંશીય માળવાના પ્રખ્યાત રાણા જયસિહદેવ રાજા રાજ્ય કરતા હતા. તે વખતે તે નગરને મધ્યાન્હ કાળ હતા; પરંતુ તે પણ કાલના ચક્કરમાં પડતાં તેની ઘણી નિશાનીએ નષ્ટ થઇ ગઈ, હાલમાં તે માત્ર ગામડું છે, છતાં તેના પ્રવેશદ્વારપર એક પત્થરનુ તારણ અને પૃથક્ પૃથક્ સ્થાનેાપર પ્રાચીન મંદિર અને ડેરાના ચિન્હો દેખાય છે. હાલ ત્યાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય છે, અને તેમાં ખીરાજેલ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મહાસતી સીતાના શીલના પ્રભાવથી વજીભૂત થઇ ગઈ હતી તે અત્યારે મૌજુદ છે એમ કહેવાય છે. હાલ ત્યાં યાત્રા કરવા જનારને પ્રાચીનતાનું ભાન થયા વગર રહેતું નથી. પૃથ્વીધરકુમારના ગુરૂ શ્રીમદ્ ધર્મધાષસૂરીશ્વરજી હતા; તેની પછી ખસેંહ વર્ષ પછી આ ચિરત્ર લખાયેલ છે. શ્રી ધર્મધાષરની પાટ ઉપર શ્રી સામસુંદર સૂરિ તેની પાછળ મુનિસુ ંદર સૂરિ તેમની પાટે રત્નસાગરસર તેમના શિષ્ય શ્રી નંદીરત્નગણી અને તેમના શિષ્ય. રત્નમ ડનગણીએ આ સુકૃતસાગર ” ગ્રંથની રચના કરી છે; જે મૂળ ગ્રંથ અમારા તરફથી પંદર વર્ષ ઉપર પ્રગટ થયેલ છે. "" ४ · ચરિત્ર નાયકના સમયમાં માંડવગઢ શહેર સર્વ પ્રકારે ઋદ્ધિ સિદ્ધિથી સંપૂર્ણ હતું. પૃથ્વીધરકુમાર વ્યાપારમાં નિપુણ હતા અને માનસિક તથા ધાર્મિક શિક્ષણના પારગામી પણ હતા. તેમના પુણ્ય પ્રભાવથી રાજા જયસિંહના મંત્રી પણ તે થયા હતા. તેમને સતીશીરામણ પૃથમણી નામની ઉત્તમ સ્ત્રી હતી. ૧ આ ગ્રંથ મૂળ અમેએ અનુકરણીય, પાનપાટન કરવા જેવુ. માસિકના ૨૭–૨૮ વર્ષની ભેટ તરીકે Jain Education International પ્રકટ કરેલ છે અને તેમાં આવેલ ચરિત્ર ઐતિહાસિક સત્યઘટના બનેલ હોવાથી આ (ભાષાંતર કરાવી) આ વખતે આપીયે છીયે. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 160