________________
હયાતી છે, અથવા કહે કે મલિન સુવર્ણની હયાતી છે, તેમ શુદ્ધ સુવર્ણની પણ હયાતી છે; આ પ્રમાણે, અશુદ્ધ આત્માની હયાતી છે, તે શુદ્ધ (પૂર્ણ શુદ્ધ) આત્માની વિદ્યમાનતા પણ ન્યાયધટિત છે. મલિન દર્પણ ઉપરથી શુદ્ધ દર્પણનું અતિ વ પણ ખ્યાલમાં આવે છે, અથવા કહો કે સગી નજરે જોઈ શકાય છે, તેમ અશુદ્ધ આમા પરથી શુદ્ધ (પૂર્ણ શુદ્ધ) આત્માનું અસ્તિત્વ પણ ખ્યાલમાં આવી શકે છે. અશુદ્ધ વસ્તુ શુદ્ધ બની શકે છે, તેમ અશુ આમા શુદ્ધ બની શકે છે. જેની અંશતઃ શુદ્ધિ જોવાય છે, તે પૂર્ણ શુદ્ધિ પણ સંભવિત છે, અને જયાં એ સધાઈ છે તે જ ઇશ્વર છે.
આત્મા જેમ જેમ પિતાના વિકાસ સાધનને અભ્યાસ કરે છે, તેમ તેમ તે વધુ ઉન્નત થતો જાય છે. આમાં જ્યારે મૂઢ દશામાં હોય છે ત્યારે “બહિરાત્મા’ કહેવાય છે. એ પછી ભદ્રભાવને પ્રાપ્ત થતાં “ભદ્રાત્મા,” સમ્યગદષ્ટિને પ્રાપ્ત થતાં
અન્તરાત્મા’, સમાગ પર પ્રગતિ કરતાં “સદામા', આત્મવિકાસની મહાન ભૂમિકા પર આવતાં “મહાત્મા ”, એગના ઉરચ શિખર પર પહેચતાં ‘ગાત્મા અને પરમ શુદ્ધિ(પૂર્ણતા)ને પ્રાપ્ત થતાં પરમાત્મા બને છે. આમ, અભ્યાસને ઉત્કર્ષ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે આત્મા પરમામા બને છે. આમ પરમાત્મા બનવું એ જ ઇશ્વરત્વ કે ઈશ્વરપદનું પ્રાકટય છે. કોઈ એક વ્યક્તિએ જ ઈશ્વરનો ઈજારે રાખે છે એમ નથી, કિંતુ જે કઈ આમા એ પવિત્ર સાધનમાગે ચાલે, પિતાની સાધનાને વિકસાવતો આગળ વધે અને અન્તતઃ ચગાભ્યાસના ચરમ શિખરરૂપ પૂર્ણ વીતરાગતાએ પહોંચે તે ઈશ્વર થઈ શકે છે.
આ આપણું ધ્યેય છે, સાધ્ય છે એ આપણે સમજીએ. એને સારુ સહુથી પહેલાં સ્વાધ્યાયની જરૂર છે. વાધ્યાય( સ્વ-અધ્યાય )ને ખરા અર્થ આત્માનું અધ્યયન થાય છે. આત્મશુદ્ધિકારક વાચન એ જ સર્વોત્તમ અને કલ્યાણકારક વાચન છે. એનાથી મન પર બહુ સારી અસર થાય છે. એથી ચિત્તના કુસંસ્કારે પર, મનની મલિન વૃત્તિઓ પર સારો ફટકો પડે છે. એથી આમામાં શાન્તિ પથરાય છે. આધ્યાત્મિક પવિત્ર વાચન આગળના પુરુષોએ બહોળા પ્રમાણમાં પૂરું પાડયું છે. પણ એ શ્રેષ્ઠ વિષયનું જેટલું પરિશીલન કરાય તેટલું ઓછું છે. જુદી જુદી રીતે પણ તેનું જેટલું અનુશીલન થાય તેટલું સારું છે. આ ગ્રન્થ (અધ્યાત્મતવાલેક)નું સર્જન પણ એ જ અભિપ્રાયથી થયું છે. આત્મહિતિષી ઉપદેશક કે લેખક પરોપદેશની શૈલીથી પણ ખરી રીતે પિતાને જ ઉપદેશ કરે છે. મારી પણ અહી એ જ સ્થિતિ છે, અને એ વાતનો ઉલ્લેખ ગ્રન્થસમાપ્તિના લેકમાં મેં કરેલો છે.
આધ્યાત્મિક વિષય વૈરાગ્યપ્રધાન વિષય છે. એમાં છતાછલા વેરાગ્ય-રસ ભર્યો
Ahol Shrutgyanam