Book Title: Sthananga Samvayanga Author(s): Dalsukh Malvania Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 6
________________ પ્રાચીનકાળથી ચાલતા આવેલા ધર્મ કે પંથને યથોચિત સમજવા માટે તેને તેના મૂળ આગળ તપાસવો આવશ્યક બને છે. તે ઉપરાંત અનેક મત-મતાંતરવાળા ધર્મોના પરસ્પર સમભાવયુક્ત સહભાવ માટે પણ એકબીજાના તત્ત્વને મૂળ-શુદ્ધ સ્વરૂપે સમજવું મદદરૂપ બને છે. તે વખતે આ બે ગ્રંથોનું આ રૂપાંતર પ્રાચીન જૈન ધર્મનાં મૂળ તત્ત્વોના અભ્યાસમાં ઠીકઠીક ઉપયોગી નીવડશે, એવી આશા છે. આ પુસ્તકનું સંપાદન શ્રી દલસુખ માલવણિયાએ કર્યું છે. પંડિત બેચરદાસજી તથા પંડિત સુખલાલજીની દોરવણું હેઠળ તેમણે ન–બૌદ્ધ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હેઈ, બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સીધા શિક્ષણકાર્યને પણ તેમને અનુભવે છે. એટલે તેમને આ અનુવાદ પ્રમાણભૂતતાની સાથેસાથે સુગમતાની રીતે પણ વાચકને ઉપયોગી થશે, એવી આશા છે. ૭-૫–૫૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1022