Book Title: Sthananga Samvayanga
Author(s): Dalsukh Malvania
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકનું નિવેદન શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાલામાં અગિયાર પ્રાચીન જૈન અંગ ગ્રંથને છાયાનુવાદ પ્રસિદ્ધ કરવાનો વિચાર નકકી કર્યો, તે પ્રમાણે સ્થાનાંગ અને સમવાયાંગ એ બે જાણીતા અંગગ્રંથને અનુવાદ આ પુસ્તકમાં ભેગે પ્રસિદ્ધ કરવામાં આવે છે. હવે બાકી રહેતું દશમું પ્રશ્નવ્યાકરણગ પ્રસિદ્ધ થઈ જતાં, અંગગ્રંથની આખી શ્રેણી આ માળામાં પૂરી થઈ રહેશે. આ માળાના અનુવાદમાં આજના વાચકવર્ગને સુગમ થાય તેવી છાયાનુવાદ શૈલી અપનાવવામાં આવી છે; અને જૈન-જૈનેતર વાચકને તે ઠીકઠીક પસંદ પડી છે. આ બે અંગગ્રંથોમાં જૈન વસ્તુ–તત્ત્વની સંખ્યાના ક્રમે ગણતરી જ રજૂ કરવામાં આવેલી હોઈ તેને સંક્ષેપ કરવાપણું હતું નહીં. પરંતુ તે વસ્તુ વિષયના ક્રમે ગોઠવીને રજૂ કરવાથી કંઈક સુવાચ્ય થઈ શકે. તેથી આ બે ગ્રંથના અનુવાદમાં નવા ક્રમે ગોઠવણીના અર્થમાં “રૂપાંતર કરવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં સ્મૃતિને કસવાની દૃષ્ટિએ કે સમગ્ર જૈન તત્ત્વ સ્મૃતિ-સુલભ કરવાની દૃષ્ટિએ આ ગ્રંથે ઉપયોગી નીવડ્યા હશે. તેમને તે જાતનો ઉપયોગ હવે છાપખાનાની શોધ પછી, મોટી – સંપૂર્ણ સૂચિ વડે સહેજે સરી શકે. એટલે તે જાતની મોટી સૂચિ તૈયાર કરીને આ રૂપાંતરને છેડે જોડવામાં આવી છે. તેની મદદથી આ ગ્રંથ એક જૈન તત્ત્વ–કોશની ગરજ સારી શકશે. સામાન્ય વાચકની જરૂરિયાત લક્ષમાં રાખીને, તથા એમ ને એમ પણ ગ્રંથ સુગમ બને તે માટે, ઠેરઠેર અર્થો, સમજૂતીઓ અને ટિપ્પણો આપેલાં છે. એટલે સાચા અર્થમાં આ ગ્રંથ જૈન “તત્ત્વાર્થસંગ્રહ” બની રહે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1022