Book Title: Siri Santinaha Chariyam
Author(s): Devchandasuri, Dharmadhurandharsuri
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 7
________________ આદર્શરૂપ રચના આ રચનાની ખૂબીઓ અગણિત છે. એનો ઝટ ગળે ઉતરે તેવો એક પુરાવોજ બસ થશે. આ ગ્રન્થની રચના વિ.સ. ૧૧૬૦ માં થઈ છે. એટલે કે બારમા સૈકાના ત્રીજા ચરણમાં આ મહાકથાનું નિર્માણ થયું છે. કર્તા શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી મહારાજની આ એકમાત્ર લભ્ય, સ્વતંત્ર, મહાકાય રચના છે. એ પછીથી જેટલાં સંસ્કૃત, પ્રાકૃત, ગદ્ય, પધ, ચરિત્ર કે કાવ્ય, મહાકાવ્ય સ્વરૂપે શ્રી શાંતિનાથ ભગવાનના ચરિત્રો રચાયાં તે બધાના અનુગામી કર્તાએ પોતાની સામે આધારભૂત ચરિત્ર તરિકે આ જ ચરિત્રને રાખ્યું છે. ભવ-વિભાગ, અવાંતર કથા, ગૂંથણી વગેરે બધી રીતે આ ગ્રન્થનેજ અનુસર્યા છે. અરે ! વિ.સં. ૧૩૨૨ માં વાદિદેવસૂરિતાનીય શ્રી મદનચન્દ્રસૂરિ શિષ્ય આ. મુનિદેવસૂરિજીએ જે સાતસર્ગમય સંસ્કૃત ભાષા નિબધ્ધ, શાંતિનાથ ચરિત્ર રચ્યું છે તેમણે તો મહાકાવ્યના પ્રારંભિક પ્રાસ્તાવિક મંગળ શ્લોકમાં જ वन्दे श्रीदेवचन्द्रं तं यत्कृतं प्राकृतं बृहत् । श्री शान्तिवृत्तं संक्षिप्य संस्कृतं क्रियते मया ॥१३|| अमानं महिमानं कस्तस्य स्तोतुं गणेशितु: । शिष्यो यस्योदितो हेमचन्द्रसूरिर्जगद्गुरुः ॥१४|| આ રીતે સ્પષ્ટ જણાવે છે કે શ્રી દેવચસૂરિજીએ રચેલા બૃહત્ શાંતિનાથ ચરિત્રને સંક્ષિપ્તમાં અને સંસ્કૃતમાં હું રચું છું. વિ.સં. ૧૭૦૭ માં પૌર્ણિમિક ગચ્છના આચાર્યશ્રી અજીતપ્રભસૂરિજીએ સુશ્લિષ્ટ, પદ્યબદ્ધ, સંસ્કૃત ભાષામાં શ્રી શાંતિનાથ ચરિત્ર રચ્યું છે તેઓ પણ આજ કથાપાઠને અનુસર્યા છે. તે પછી વિ.સં. ૧૩રર માં આ. શ્રી મુનિદેવસૂરિજી મહારાજ રચિત સંસ્કૃતમાં શ્રી શાંતિનાથ મહાકાવ્ય આવે અને તે પછી વિ.સં. ૧૪૧૦ માં આ.શ્રી મુનિભદ્રસૂરિજીએ શાંતિનાથ મહાકાવ્ય ઓગણીશ સર્ગમાં રચ્યું છે. આ રીતે સકે સકે ગદ્ય પદ્યમય નવાં નવાં ચરિત્રો રચાયેજ ગયાં છે. ઉપા. શ્રી મેધવિજયજીએ તો નૈષધની સમસ્યા પૂર્તિરૂપે શાંતિનાથ ચરિત્ર મહાકાવ્ય રચ્યું છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1016