________________
धर्मध्यानसुधासुधांशुरमलग्रन्थार्थरत्नाकरो, भव्याम्भोरुहभास्करः स्मरकरिप्रोन्माथकण्ठीरवः । गच्छे तत्र बभूव संयमधन: कारुण्यराशियशोभद्रः सूरिरपूरि येन भुवनं शुभैर्यशोभिर्निजैः ॥१०॥ श्रीमन्नेमिजिनेन्द्रपावितशिरस्यद्रौ स संलेखनां कृत्वाऽऽदौ प्रतिपन्नवाननशनं प्रान्ते शुभध्यानभाक् । तिष्ठन् शान्तमनास्त्रयोदश दिनान्याश्चर्यमुत्पादयनुच्चैः पूर्वमहर्षिसंयमकथा: सत्यापयामासिवान् ।।११।। [त्रिषष्टि पु. च. प्रशस्तौ.]
આજ વાત અન્ય ગ્રન્થોમાં પણ મળે છે. આ. શ્રી યશોભદ્રસૂરિજીના આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી થયા જેમણે તાપાર- સ્થાનપ્રસUT અપનામ મૂલશુદ્ધિ પ્રકરણ નામે ગ્રન્થ રચ્યો કે જેના ઉપર પ્રસ્તુત ચરિત્રકાર શ્રી દેવચન્દ્રસૂરિજીએ વૃત્તિ રચી છે. અને તેમની પાટે આચાર્ય શ્રી ગુણસેનસરિજી થયા, તેઓ પણ ખંભાતમાં અણસણ કરવા પૂર્વક જ સ્વર્ગવાસી થયા હતા અને તેઓની પાટે આ ચારિત્રના રચયિતા આચાર્ય શ્રી દેવચન્દ્રસૂરિજી થયા. એટલે તેઓશ્રીમાં જે આ નિસ્પૃહતા, સાત્વિકતા, નિઝા વગેરે ગુણો દેખાય છે તેનો વિનિયોગ આ પૂર્વજ પુરુષોથી થએલો જણાય છે. છેલ્લાં વર્ષોમાં તેઓ વનવાસી બની, જિનકલ્પસમ બનીને આત્મસાધનામાં મગ્ન બન્યા હશે તેમ લાગે છે. આ મહાકાય ગ્રન્થ તેઓના સરસ્વતીદેવીના સાનિધ્યની સાક્ષી પૂરે છે. તેઓએ માત્ર બે ગ્રન્થ રચ્યાનો ઉલ્લેખ મળે છે. એક ગ્રન્થ આ સિરિસંતિનાચરિયું અને બીજો ગ્રન્થ તે તેઓના ગુરુ શ્રી પ્રદ્યુમ્નસુરિજી રચિત ઠાણગપગરણ અપરનામ મૂલશુદ્ધિપ્રકરણ ગ્રન્થ ઉપર વૃત્તિ રચી છે તે.
ગ્રન્થ પરિચય
હવે આ ગ્રન્થનો પરિચય મેળવીએ. આ મહાગ્રન્થ વિ.સં. ૧૧૬૦ માં, ખંભાત તીર્થમાં રચાયો છે. તે વખતે શ્રી જયસિંહરાજાનું રાજય પ્રવર્તમાન હતું. બાર હજાર અને એકસો શ્લોક પ્રમાણ આ ગ્રન્થ છે. આ ગ્રન્થનો પ્રથમદર્શ લખવા વગેરે કાર્યોમાં પોતાના સુશિષ્ય શ્રી અશ્વદેવગણી અને