________________
આ ગ્રન્થરત્નના સંપાદનમાં જે રીતે મુનિ શ્રી ધર્મધુરન્ધરવિજયજીએ અથાગ પરિશ્રમ કર્યો છે, તેમ, આ સાધન્ત સંશોધનકાર્યમાં, તેમના માર્ગદર્શક તરીકે સંશોધનક્ષેત્રના અધિકૃત અનુભવી પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકે પણ ખૂબજ ચીવટથી અપેક્ષિત બધોજ સહયોગ આપ્યો છે, તેઓની પ્રાકૃતભાષાવિષયક વિદ્વત્તાનો અને શોધકદષ્ટિનો આ સંપાદનને લાભ મળ્યો છે, તે આનંદનો વિષય છે. સહક્યોગ આપનાર અને સંપાદક માટે એક જ વાક્યમાં જણાવું છું – “પંડિતજી પ્રાચીન ના પ્રાય: અંતિમ છે અને મુનિશ્રી અર્વાચીનોમાં પ્રાય: આદ્ય છે.
ધર્મ ધુરન્ધરવિજયજી એ પૂજ્યપાદ્ શ્રુતસ્થવિર મુનીશ્વર થી જંબૂવિજયજી મહારાજના પાવન ચરણે બેસીને સંશોધન વિદ્યાના અમૃતજળ પીધાં છે. કર્મકર્તા અને કશળતાની પાંખે તેઓએ સંશોધનના આકાશમાં ઉડ્ડયન આરંભ્ય છે. આ તો તેમનો પહેલોજ ભગીરથ પ્રયત્ન છે. હજી વય નાની છે. ઉત્સાહ અને ઉમંગથી હૃદય ભરેલું છે. તો આપણે આશા સેવીએ કે તેઓ હજીય આવા આવા પ્રાચીન ગ્રન્થોના સંશોધનમાં મંડ્યા રહે, ડૂખ્યા રહે અને મરજીવાની જેમ આપણને નવા નવા ગ્રન્થરત્નો આપતા રહે. મને તેઓએ આ પ્રસ્તાવના લખવાનું કાર્ય સોંપીને આ મહાગ્રન્થના સ્વાધ્યાયની તક આપી તે બદલ હું સાચા અન્તઃકરણ પૂર્વક તેઓ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રકટ કરું છું આ તક લાધી ન હોત તો હું કયારે આ ગ્રન્થના, આ રીતના સંપર્કમાં આવત તે કહેવું મુશ્કેલ છે.
પ્રસ્તાવના લખવા બાબતમાં, પરામર્શ કરવામાં શ્રુતસ્થવિર પૂજ્ય મુનિગણશણગાર શ્રી જંબૂવિજયજી મહારાજ, મારા પરમ પૂજ્ય પૂજ્યપાદ ગુરુમહારાજ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ તથા પંડિત પદે શોભતા શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક તથા શ્રી લક્ષ્મણભાઈ ભોજકનું આ અવસરે હું સાનંદ સ્મરણ કરું છું.
પ્રાન્ત વિદ્વજનો આ ગ્રન્થનો ફરી ફરીને સ્વાધ્યાય કરે, સ્વાધ્યાય કરીને આત્માના શુભ શુદ્ધ ભાવની સ્પર્શના કરે અને તે કરવા દ્વારા પોતાના બોધિજ્ઞાનને વિમલ કરે તેજ પ્રાર્થના કરવા સાથે સકલ શ્રી સંઘમાં, શ્રી શાંતિનાથ પરમાત્માની કૃપાથી શાંતિ પ્રસરે તેવા આશીર્વાદ