Book Title: Siri Santinaha Chariyam
Author(s): Devchandasuri, Dharmadhurandharsuri
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 13
________________ આ રીતે આચાર્યશ્રીને અપથ્યથી નિવારીને, પછી વૈરાગ્યરસભંડાર સૂરિજીએ રાજા કુમારપાલને કહ્યું. “તેં જિનચૈત્યો વડે પૃથ્વીને શણગારી છે, મારિ નિવારીને અમારિ પ્રર્વર્તાવી છે અને તેથી તારા આ લોક અને પરલોક બને ઊજળા થયા છે તો હવે વધારે શું ઈચ્છે છે ? જગતને અનૃણ કરવા માટેની સુવર્ણસિદ્ધિનું ભાગ્ય તારું નથી તેથી ભાવાનુમોદના કરવી એ જ વ્યાજબી છે.' આટલું કહીને તુર્તજ સૂરિજી વિહાર કરી ગયા. કેટલી નિસ્પૃહતા ! નિર્લેપતા ! રાજા જેવા રાજાને પણ તેઓએ સ્પષ્ટ પણે કહી દીધું. આવી શાસન દાઝ અને આવું ખુમારીભર્યું ખમીર કયાંથી આવ્યું ? તેમની ગુરુપરમ્પરામાંજ આ તત્ત્વ જણાય છે. શ્રી પૂર્ણ - તલ્લગચ્છના મૂળપુરુષ થયા તે હતા શ્રી યશોભદ્રસૂરિજી મહારાજ. તેઓનું જીવન ઘણુંજ આશ્ચર્યકારી છે. મહાત્યાગી શ્રી યશોભદ્રસૂરિ મહારાજ વાગડ પ્રદેશમાં રત્નપુર નગરમાં શ્રી યશોભદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. ત્યાં પૂર્ણતલ્લગચ્છના શ્રી દત્તસૂરિ નામે આચાર્ય મહારાજ પધાર્યા. રાજા પણ ઉપદેશ શ્રવણ કરવા જવા લાગ્યા. ઉપદેશ ગુચવા લાગ્યો. ધર્મ પર પ્રીતિ જાગી. માસક૯૫ પૂર્ણ થયે સૂરિજી વિહાર કરી ગયા. ચોમાસા પહેલાં પોતાનાં ખેતરોમાં નૌકરો કામ કરતા હતા. રાજા ત્યાંથી પસાર થતા હતા, નોકરો ખેતરમાં બિનજરૂરી ધાસ વગેરેને બાળી રહ્યા હતા. રાજા જોતા હતા ત્યાંજે એ બળતા ઢગલામાં એક સાપણ તરફડતી જોઈન ચિત્તમાં દુ:ખ થયું, મન ગ્લાનિથી ભરાઈ આવ્યું, હિંસા થતી જોઈ મનમાં ખેદ થયો, સંસાર પ્રત્યે નિર્વેદ થયો, વૈરાગ્ય ઉપયો, અને દત્તસૂરિ મહારાજ સાંભર્યા. શ્રવકોને પૂછીને જાણ્યું કે તેઓ ડિંડુઆણકપુરમાં છે. ત્યાં પહોંચ્યાં. ગદ્ગદ્ સ્વરે પોતાના પાપની વાત કરી, અને વિનંતિ કરી કે મારા ઉપર અનુગ્રહ કરો અને મને દીક્ષા આપો. ગુરુમહારાજે કહ્યું કે “તમારા જેવા સત્ત્વવંત છવ માટે એજ યોગ્ય માર્ગ છે. સંસારનો અંત કરવા માટે સંયમ એજ શ્રેષ્ઠ ઉપાય છે'. રાજાએ પોતાની પાસે એક મોતીનો હાર હતો તે ત્યાંના શ્રી સંઘને સોંપ્યો અને કહ્યું કે “આના વિજયથી જે ધન આવે તેમાંથી જિનેશ્વરદેવનું ચૈત્ય બનાવરાવજે’. અને પછી દીક્ષા લીધી. અને દીક્ષાના દિવસે જ ઘોર અભિગ્રહ લીધો

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 1016