________________
૧૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૧૦-૧૧
આશય એ છે કે માત્ર સૂત્રથી વાચ્ય અર્થ તત્ત્વને બતાવવા સમર્થ નથી પરંતુ નિર્યુક્તિ, ભાષ્યથી અને ત્યારપછી સર્વ નયોથી પ્રાપ્ત થયેલો અર્થ યોગમાર્ગના પરમાર્થને બતાવવા સમર્થ છે અને આરાધક પુરુષ અર્થના બળથી મોક્ષના કારણભૂત એવા યોગમાર્ગના પરમાર્થને જોઈ શકે છે. આમ છતાં જેમ પંગુ પુરુષ માર્ગ જોવા છતા માર્ગ ઉપર ચાલવા સમર્થ નથી પરંતુ અંધના બળથી માર્ગ ઉપર જઈ શકે છે તેમ કોઈ મહાત્માને નિયુક્તિ, ભાષ્યથી વાચ્ય અર્થ અને નિરવશેષ અર્થ પ્રાપ્ત થયો હોય છતાં સૂત્રો કંઠસ્થ કર્યા ન હોય તો તે મહાત્મા સૂત્ર અને અર્થનું પરાવર્તન કરીને આત્માને વિતરાગભાવને અનુકૂળ એવા ઉત્તમ ભાવોથી વાસિત કરી શકતા નથી. પરંતુ જો તે મહાત્માને જેમ અર્થ પ્રાપ્ત થયો છે તેમ સૂત્ર પણ કંઠસ્થ હોય તો સૂત્રનું પારાયણ કરીને અર્થના પરમાર્થને આંતરચક્ષુ દ્વારા અવલોકન કરતા સૂત્રોથી વાચ્ય એવા પારમાર્થિક અર્થથી આત્માને વાસિત કરી શકે છે જેથી મોક્ષમાર્ગમાં અપેક્ષિત એવું અનુભવ જ્ઞાન પ્રગટે છે જેના બળથી તે મહાત્મા ઉત્તર-ઉત્તરના યોગમાર્ગમાં ગમન કરીને ઇષ્ટ એવા મોક્ષ તરફ પ્રયાણ કરે છે.
આથી જ ગ્રંથકારશ્રીએ સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે “સૂત્ર અક્ષર પરાવર્તના સરસ શેલડી દાખી, તાસ રસ અનુભવ ચાખીએ જિહાં એક છે સાખી” તેથી પારમાર્થિક અર્થના જાણકાર પુરુષ સ્ત્રનું પરાવર્તન કરીને અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરે છે જે શેરડીના રસ જેવો મધુર છે અને તેના અનુભવના બળથી આત્મિક સુખને અનુભવતા પ્રકર્ષ વીર્યવાળા થાય તો ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરે છે. માટે પરમાર્થને સ્પર્શનારા અર્થ વગર માત્ર સૂત્રના અક્ષરનો સામાન્ય અર્થ જ આદરવામાં આવે તો કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ. ll૧ની અવતરણિકા :
વળી, સૂત્રનો યથાર્થ અર્થ વિશિષ્ટ વચન દ્વારા પ્રાપ્ત થઈ શકે સૂત્રના શબ્દથી પ્રાપ્ત થઈ શકે નહિ તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા :
વિધિ-ઉધમ-ભય-વર્ણના, ઉત્સર્ગહ-અપવાદ; નિજી ! તદુભય અર્થે જાણીયે, સૂત્ર ભેદ અવિવાદ. જિનજી ! ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org