________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮ગાથા-૧૨-૧૩ ૧૭૯ પ્રકારની બુદ્ધિમાન પુરુષો દ્વારા જિનશાસનની જે હીલના થાય છે, તેમાં તે તપસ્વી મહાત્માનું અજ્ઞાન કારણ છે. વળી, તે અજ્ઞાનમાં પણ માયા મુખ્ય છે; કેમ કે જો તે તપસ્વી મહાત્મા આત્મવંચના ન કરે=પોતાની મતિ પ્રમાણે શાસ્ત્રવચનનું યોજન ન કરતાં ગીતાર્થને પરતંત્ર થઈને ઉચિત પ્રવૃત્તિ કરે તો શાસનની હીલના થાય નહિ. પરંતુ આ મહાત્મા તો પોતાની અલ્પ મતિમાં યથાર્થ મતિનો ભ્રમ ધારણ કરીને સ્વરુચિ અનુસાર ધર્મની પ્રવૃત્તિ કરે છે જેથી લોકમાં જિનશાસનની આચરણા નિંદાનું સ્થાન બને છે. તેથી તેવા ત્યાગી સાધુ જે અહિંસા પાળે છે તે સર્વ અહિંસા પણ ફોક છે. વિરા અવતરણિકા :
ગાથા-૯માં બતાવ્યું કે વિવેક વગરના જીવોની અહિંસાની કિયા પણ લૌકિકનીતિથી અહિંસા છે અને તેવી અહિંસા હિંસાના અનુબંધવાળી છે. હવે વિવેકવાળા જીવોની સ્વરૂપથી નિરવદ્ય ક્રિયા અને સ્વરૂપથી સાવધ ક્રિયા બન્ને પણ અનુબંધથી અહિંસારૂપ છે તે બતાવવા અર્થે કહે છેગાથા :
સ્વરૂપથી નિરવધ તથા જે, છે કિરિયા સાવધ;
જ્ઞાનશક્તિથી તેહ અહિંસા, દિએ અનુબધે સધ. મન. ૧૩ ગાથાર્થ :
જે સ્વરૂપથી નિરવઘ કિયા છે, તથા=અને, જે સ્વરૂપથી સાવધ ક્યિા છે, તેહ તે જ્ઞાનશક્તિથી સધ=શીઘ, અનુબંધમાં=ળમાં અહિંસાને દીએ અહિંસાને આપે. II૧all. ભાવાર્થ :
સમ્યકત્વ પામવાથી જીવમાં વિવેક પ્રગટે છે અને વિવેકવાળા સમ્યગ્દષ્ટિ જીવો, “સંસારની અવસ્થા જીવની વિડંબના છે અને મુક્ત અવસ્થા જીવની સુંદર અવસ્થા છે” તથા સંસાર અવસ્થાનું કારણ આત્માની સંગની પરિણતિ છે અને મુક્ત અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય આત્માની અસંગ પરિણતિ છે તેવો સ્થિર બોધ ધરાવે છે. વળી, જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ અસંગની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org