Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 207
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮|ગાથા-૨૩-૨૪ અહિંસામાં ધર્મને કહેનારા વચન છે, તેથી તે સર્વ નયની દૃષ્ટિથી અહિંસાનો અર્થ સ્વીકા૨વો જોઈએ. પરંતુ જેમ પૂર્વપક્ષી એકાંત ગ્રહણ કરીને ઉત્સર્ગની પ્રવૃત્તિને ધર્મ અને અપવાદને છાંદો કહે છે, તેમ સ્વીકારવું ઉચિત નથી. અહિંસાના વિષયમાં અનેક પ્રકારનો નયવાદ ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે. II૨૩ અવતરણિકા : ૧૯૪ પૂર્વની ગાથામાં કહ્યું કે અહિંસાના વિષયમાં ભૂરિ નયવાદ છે. તેથી અહિંસાના વિષયમાં ભૂરિ તયવાદ બતાવવા અર્થે પ્રથમ નિશ્ચયનયને અભિમત ભાવઅહિંસાનું સ્વરૂપ બતાવે છે ગાથા : - આતમભાવ હિંસનથી હિંસા, સઘલા એ પાપસ્થાન; તેહથકી વિપરીત અહિંસા, તાસ વિરહનું ધ્યાન. મન. ૨૪ ગાથાર્થ ઃ આત્માના ભાવના હિંસનથી હિંસા છે, એ=આત્માના ભાવનું હિંસન, સઘળા પાપસ્થાન છે=અઢારે પાપસ્થાનક છે, તેના થકી=આત્માના ભાવના હિંસન થકી, વિપરીત એવી અહિંસા તેના વિરહનું ધ્યાન છે=સઘળા પાપસ્થાનકનાં વિરહનું ધ્યાન છે. ।।૨૪।। ભાવાર્થ : આત્માનો સ્વભાવ વીતરાગભાવ સ્વરૂપ છે અને વીતરાગભાવનો નાશ કરવાથી ભાવથી હિંસા પ્રાપ્ત થાય છે અને આત્માના ભાવની હિંસા અઢારે પાપસ્થાનકનું સેવન છે અને તે અઢારે પાપસ્થાનકના સેવનથી વિપરીત ભાવઅહિંસા છે. જે સાધુ પ્રતિ ક્ષણ અઢારે પાપસ્થાનકના વિરહ માટે દૃઢ મનોવ્યાપારવાળા છે તેઓ ભાવથી અહિંસાનું પાલન કરે છે. અહીં વિશેષ એ છે કે વીતરાગ પૂર્ણ આત્મભાવમાં વિશ્રાંત છે અને જ્યાં સુધી સાધુ વીતરાગભાવને પામ્યા નથી ત્યાં સુધી વીતરાગભાવને પ્રતિકૂળ એવા અઢારે પાપસ્થાનકોના વર્જન માટે સતત માનસ ઉપયોગવાળા હોય છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214