Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 210
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮|ગાથા-૨૬-૨૭ ૧૯૭ ભાવાર્થ : ગાથા-૨૪માં ભાવહિંસા અને ભાવઅહિંસાનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી ગાથા-૨પમાં ઉપચારને સ્વીકારનાર એવા વ્યવહારનયથી અહિંસાનું સ્વરૂપ બતાવ્યું. હવે નૈગમનય, સંગ્રહના અને ઉપચારને નહિ સ્વીકારનાર એવા વ્યવહારનય અને ઋજુસૂત્રના હિંસાને કઈ રીતે સ્વીકારે છે તે બતાવે છે. જેના બળથી હિંસા અને અહિંસાનો યથાર્થ બોધ થાય. નૈગમનય જીવ વિષયક અને અજીવ વિષયક હિંસા માને છે. આથી કોઈ પુરુષ ઘટને તોડી નાખે તો નૈગમનય કહે છે કે “ટોડને હિંસિત? સંગ્રહનય અને વ્યવહારનય ખત્કાયનાં વિષયમાં હિંસા સ્વીકારે છે. તેથી છકાયના જીવોમાંથી કોઈપણ જીવની હિંસા થાય તો સંગ્રહનયથી અને વ્યવહારનયથી હિંસાની પ્રાપ્તિ છે. વળી, સંગ્રહનય અને વ્યવહારનય કોઈપણ જીવ ષકાયમાંથી કોઈપણ જીવની હિંસા કરે તો તેને હિંસા સ્વીકારે છે, પરંતું ઋજુસુત્રનયની જેમ પ્રતિજીવમાં હિંસા સ્વીકારતો નથી. ઋજુસૂત્રનય પ્રતિજીવમાં હિંસા માને છે તેથી અન્ય જીવ હિંસા કરે તે હિંસા પોતાની હિંસા નથી, માટે પોતાની અપેક્ષાએ અન્ય જીવોથી કરેલી હિંસાને ઋજુસૂત્રનય હિંસા કહેતો નથી; કેમ કે ઋજુસૂત્રનય પરકીય વસ્તુ પોતાને અનુપયોગી હોવાથી સ્વીકારતો નથી. આથી જ ઋજુસૂત્રના પરકીય ધનને ધનરૂપે સ્વીકારતો નથી પરંતુ પોતાનું ધન પોતાને ઉપયોગી હોવાથી ધન કહે છે તેમ પોતાનાથી કરાયેલી હિંસાનું ફળ પોતાને મળે છે અન્યથી કરાયેલી હિંસાનું ફળ પોતાને મળતું નથી. તેથી દરેક જીવમાં સ્વની અપેક્ષાએ કરાયેલી હિંસા એ હિંસા છે એમ ઋજુસૂત્રનય કહે છે. રા અવતરણિકા : તૈગમય, સંગ્રહાય, વ્યવહારનય અને ઋજુસૂત્રમયથી હિંસાનું સ્વરૂપ બતાવ્યાં પછી અવશિષ્ટ શબ્દાદિ ત્રણ નયથી હિંસા અહિંસાનું સ્વરૂપ બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214