________________
૧૭૩
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૮/ગાથા-૮ ગાથાર્થ –
હેતુ અહિંસા જયણારૂપ છે, સ્વરૂપ અહિંસા જંતુના અઘાતરૂપ છે, તેહ જે ફળરૂપે પરિણમન પામે તે અનુબંધ સ્વરૂપ અહિંસા છે. llcil ભાવાર્થ -
સંયમની સર્વ ઉચિત ક્રિયાઓમાં જે યતના છે તે હેતુ અહિંસા છે, તેથી કોઈ સાધુ નિર્દોષ ભિક્ષાચર્યા આદિમાં યતનાપૂર્વક પ્રયત્ન કરતા હોય તો તેઓની તે ભિક્ષા ગ્રહણની ક્રિયામાં હેતુ અહિંસા છે. આથી જ અપવાદથી દોષિત ભિક્ષા ગ્રહણ કરતા હોય ત્યારે પણ અધિક દોષના પરિવાર અર્થે શાસ્ત્ર વિધિ પ્રમાણે યતના કરતા હોય તો તે દોષિત ભિક્ષા કાળમાં પણ યતનાનો પરિણામ હોવાથી હેતુ અહિંસા છે.
વળી, જે પ્રવૃત્તિમાં જંતુનો ઘાત ન થાય તે પ્રવૃત્તિમાં સ્વરૂપ અહિંસા છે. જેમ કોઈ સાધુએ નિર્દોષ ભિક્ષા માટે તે રીતે યત્ન કર્યો જેનાથી તે ભિક્ષા ગ્રહણની પ્રવૃત્તિથી કોઈ જીવનો ઘાત થયો નહિ તો તે ભિક્ષા ગ્રહણમાં હેતુ અહિંસા સાથે સ્વરૂપથી અહિંસા પણ છે.
વળી, તે મહાત્માએ કોઈ સંયોગને કારણે અપવાદથી દોષિત ભિક્ષા ગ્રહણ કરી અને તે દોષિત ભિક્ષા ગ્રહણ કરતી વખતે અપવાદની જે ઉચિત યતના શાસ્ત્ર બતાવી છે તે યતનાપૂર્વક દોષિત ભિક્ષા ગ્રહણ કરે તો તે દોષિત ભિક્ષામાં હેતુ અહિંસા હોવા છતાં સ્વરૂપ અહિંસા નથી; કેમ કે તે દોષિત ભિક્ષામાં જંતુનો ઘાત છે.
વળી, કોઈ મહાત્મા યતના વગર કોઈને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરે ત્યારે તે ભિક્ષા સ્વાભાવિક નિર્દોષ પ્રાપ્ત થઈ હોય, તો તે ભિક્ષા ગ્રહણમાં યાતના નહિ હોવાથી હેતુ અહિંસા નથી પણ તે ભિક્ષા નિર્દોષ હોવાથી જંતુ વાત નથી તેથી સ્વરૂપ અહિંસા છે.
વળી, કોઈ સાધુ ઉત્સર્ગથી નિદોષ ભિક્ષા લાવે તે વખતે જે યતના કરે તેના કારણે તે ભિક્ષામાં હેતુ અહિંસા છે. વળી, નિર્દોષ ભિક્ષા હોવાથી જંતુ ઘાત નથી માટે સ્વરૂપ અહિંસા છે અને તે ભિક્ષા ગ્રહણ કરીને ભિક્ષામાં લેપાયા વગર ભિક્ષાને વાપરે, એટલું જ નહિ પણ તે ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org