________________
૧૭૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૮|ગાથા-૧૦
ગાથા :નિદ્ભવ પ્રમુખ તણી જિમ કિરિયા, જેહ અહિંસારૂપ;
સુરદુરગતિ દેઈ તે પાડે, દુત્તર ભવજલકૂપ. મન. ૧૦ ગાથાર્થ :
જેમ નિહ્નવ વગેરેની જે અહિંસારૂપ ક્યિા તે સુરદુરગતિ દેવદુર્ગવને આપીને દુત્તરદુઃખે કરીને તરી શકાય એવા ભવજલકૂપમાં નાંખે છે. ll૧૦ના ભાવાર્થનિહ્નવ વગેરે ભગવાનના શાસનના પદાર્થોનો અપલોપ કરીને ઉત્સુત્ર ભાષણ કરનારા હોય છે. છતાં તેમાંથી કેટલાક શાસ્ત્રો ભણીને ગીતાર્થ થયેલા હોય છે અને સંયમની સર્વ શુદ્ધ આચરણા કરવામાં યત્નવાળા હોય છે. તેઓની આચરણા હેતુ અને સ્વરૂપથી અહિંસારૂપ છે. તે અહિંસાના પાલનના બળથી તે દેવભવમાં જાય છે પરંતુ તે દેવભવ વૈમાનિક આદિ દેવ હોય તોપણ કુદેવરૂપ દેવભવ છે; કેમ કે તે દેવભવમાં તેઓને ધર્મની બુદ્ધિ થતી નથી, પરંતુ ભગવાનના શાસનની આશાતનાથી બંધાયેલા કર્મને કારણે દેવભવમાં દઢ વિપર્યાસ વર્તે છે અને તેનાથી તેઓ દુરંત સંસારમાં ભટકશે. તેથી સંયમ જીવનમાં પળાયેલી અહિંસા પણ તેઓને દુ:ખે કરી તરી શકાય એવા ભવસમુદ્રરૂપી ખાડામાં પાડે છે. તેની જેમ જે સાધુઓ શાસ્ત્રના મર્મને જાણનારા થયા નથી અને સ્વમતિ અનુસાર જિનવચનનું અવલંબન લઈને સંયમની પ્રવૃત્તિ કરે છે તેવા સાધુઓને બાહ્ય યતનાનો પરિણામ હોય, નિર્દોષ ભિક્ષાચર્યા આદિની પ્રવૃત્તિ હોય તો હેતુ અને સ્વરૂપથી અહિંસા પ્રાપ્ત થાય; પરંતુ ભગવાને કહેલા તત્ત્વમાં દઢ અજ્ઞાન વર્તતું હોવાને કારણે તેઓને હિંસાના ફળવાળું તુચ્છ પુણ્ય બંધાશે જેનાથી તેઓ દુરંત સંસારમાં ભટકશે.
ફક્ત જેમ નિહ્નવ એવા જમાલિ એ પણ, નિદ્ભવ થયા પૂર્વે જે સમ્યગુ આરાધના કરી છે તેના કારણે તેમના આત્મામાં મોક્ષના બીજો પડ્યા છે તેનાથી કિંચિત્ કાળ સંસારમાં ભટકીને પણ ફરી માર્ગની પ્રાપ્તિ કરશે. તેમ વર્તમાનમાં પણ જે મહાત્માઓ મોક્ષના અર્થી છે અને શુભભાવથી આત્મામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org