________________
૧૬૩
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવનઢિાળ-૮/ગાથા-૧
&ાળ આઠમી સદી (રાગ : પ્રભુ ! ચિત ધરીને અવધારો મુઝ વાત અથવા
ઝાંઝરીઆ મુનિવર ! ધનધન-એ દેશી) પૂર્વની યળ સાથે સંબંધ:
પૂર્વ ઢાળમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે કલ્યાણના અર્થી સાધુએ ગીતાર્થતી સાથે રહેવું ઉચિત છે, પણ એકાકીવિહાર ઉચિત નથી. ત્યાં અન્ય કોઈ માત્ર અહિંસામાં જ ધર્મ છે તેમ સ્વીકારીને જે રીતે અહિંસાની વૃદ્ધિ થાય તે રીતે ઉધમ કરવા માટે કહે છે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકાર કહે છે –
ગાથા :
કોઈ કહે સિદ્ધાન્તમાંજી, ધર્મ અહિંસા રે સાર, આદરિયે તે એકલીજી, ત્યજિમેં બહુ ઉપચાર;
મનમોહન ! જિનજી ! તુજ વયણે ભુજ રંગ. મન. ૧ ગાથાર્થ :
કોઈક કહે છે સિદ્ધતમાં અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે, તેથી તે એકલી આચરવી જોઈએ, અન્ય બહુ પ્રકારના ઉપચારનેત્રવ્યવહારને, ત્યાગ કરવા જોઈએ. હે મનમોહન ! જિન ! તમારા વચનમાં મુજને રંગ છે. ll૧૫l. ભાવાર્થ -
કેટલાક સ્થૂલ દૃષ્ટિવાળા જીવો અહિંસા ધર્મને ગ્રહણ કરીને માત્ર બાહ્ય જીવોની રક્ષા માટેના કરાતા યત્નને જ ધર્મરૂપે સ્વીકારે છે અને કહે છે કે એકલી અહિંસા માટે ઉદ્યમ કરવો જોઈએ. સંયમની અન્ય ક્રિયાઓ કરવાથી શું થાય, એમ કહીને માત્ર નિર્દોષ ભિક્ષાચર્યા, બાહ્ય જીવહિંસાના પરિવાર માટેના યત્નમાં ધર્મબુદ્ધિ ધારણ કરે છે, તેને માર્ગનો બોધ કરાવવા અર્થે પ્રસ્તુત ઢાળમાં ગ્રંથકારશ્રી કહે છે અને ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિ અભિવ્યક્ત કરે છે કે “હે મનમોહન ! એવા ભગવાન તમારા વચનમાં મને રંગ છે.' l/૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org