Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 182
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૮ ગાથા-૬ ૧૬૯ ગાથા : એક વચન ઝાલીને છાંડે, બીજાં લૌકિકનીતિ; સકલ વચન નિજ ઠામે જોડે, એ લોકોત્તરનીતિ. મન. ૬ ગાથાર્થ : એક વચનને ઝાલીને=ભગવાનના અનેક વચનોમાંથી એક વચનને ગ્રહણ કરીને, બીજા છાંડે બીજા વચનોનો ત્યાગ કરે, તે લૌકિકનીતિ છે. ભગવાનના બધા વચનોને પોત-પોતાના સ્થાને જોડે એ લોકોતરનીતિ છે. IIII. ભાવાર્થ ગાથા-રમાં કહેલ કે એક અહિંસામાં રંગ રાખનારાની પ્રવૃત્તિ કેવળ લૌકિકનીતિ છે પણ લોકોત્તર પંથ નથી. તેથી પ્રસ્તુત ગાથામાં લૌકિકનીતિ શું છે અને લોકોત્તરપંથ શું છે તે સ્પષ્ટ કરતા બતાવે છે. સંયમ જીવનમાં વર્તતા સાધુને આશ્રયીને સંયમના કંડકોની વૃદ્ધિના ઉપાયભૂત ભગવાનના અનેક વચનો છે, તેમાંથી અગીતાર્થ સાધુ એક વચનને ગ્રહણ કરીને બીજા વચનનો ત્યાગ કરે છે, તેથી નિર્દોષ ભિક્ષાચર્યા, નિર્દોષ સંયમની બાહ્ય કષ્ટમય આચરણા કરવા માટે બદ્ધ પરિણામવાળા થાય છે; પરંતુ ગુણવાનને પરતંત્ર રહેવાના પરિણામવાળા નથી, શાસ્ત્રોના સૂક્ષ્મ-સૂક્ષ્મ પદાર્થો જાણવાના અભિલાષવાળા નથી અને ગુરુ-લાઘવનો વિચાર કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવાના આગ્રહવાળા નથી. આવા સાધુઓ નિર્દોષ ભિક્ષાચર્યા આદિ અર્થે ગીતાર્થ ગુરુનો ત્યાગ કરે તે સર્વ લૌકિકનીતિ છે. વળી, જે સાધુ ભગવાનના દરેક વચનોને પોતપોતાના સ્થાને જોડીને દ્રવ્યક્ષેત્રકાળ-સંઘયણ-સંયોગને અનુરૂપ ઉચિત આચરણા કરે છે; તેઓની તે આચરણા લોકોત્તરનીતિ છે અને તેવા સાધુ જેમ નિર્દોષ સંયમ જીવનના આગ્રહી છે તેમ નવું નવું શ્રુત ગ્રહણ કરવામાં, ચુતને ઉચિત રીતે જોડવામાં અને શ્રુત અધ્યયન દ્વારા સંવેગની વૃદ્ધિમાં સદા ઉદ્યમ કરનારા છે. તેથી ભગવાનના અહિંસાના વચનો અહિંસાને અનુકૂળ બાહ્ય આચારોમાં જોડે છે અને ગુણવાનને પરતંત્ર થવાના ભગવાનના વચનોને પૂર્ણ ગુણવાળા એવા વીતરાગને પરતંત્ર થવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214