________________
૩૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૨/ગાથા-૧૪
ગાથા :
સહસા દોષ લગે તે છૂટે, સંયતને તતકાલે રે;
પચ્છિતેં આકુટ્રિટમેં કીધું, પ્રથમ અંગનિભાલે રે. શ્રી સી. ૧૪ ગાથાર્થ :
સહસા દોષ લાગે સંયમની આવરણામાં સહસાકારથી જે દોષ લાગે, તે સંયતને તત્કાળે છૂટે દોષ લાગ્યા પછી સમ્યફ આલોચના કરવાથી તત્કાળ તે દોષ નાશ પામે. આકુટ્ટીથી કીધું આકુટ્ટીથી જે દોષ કર્યો તે પચ્છિતું પ્રાયશ્ચિત્તથી નાશ પામે એ પ્રકારે પ્રથમ અંગ નિભાલમાં છે=પ્રથમ અંગને જોવામાં પ્રાપ્ત થાય છે. ll૧૪ll
ભાવાર્થ :
જે સાધુઓ ભગવાનના વચનના સ્મરણ નીચે અપ્રમાદભાવથી મન-વચનકાયાના યોગોની સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેઓ સુસાધુઓ છે અને તેવા સુસાધુને પણ સંયમની આચરણામાં ભગવાનના વચનના સ્મરણ હેઠળ પ્રવૃત્તિ કરતા સહસત્કારથી કોઈ સ્કૂલના થાય અને ઉપલક્ષણથી અનાભોગથી પણ કોઈ સ્કૂલના થાય તો તે પ્રવૃત્તિ કર્યા પછી જો તે સાધુ સમ્યક આલોચન કરે તો આલોચનકાળમાં તે સ્કૂલના પ્રત્યે થતા જુગુપ્સાભાવથી તત્કાલ તે દોષ નાશ પામે અર્થાત્ તે સ્કૂલનાથી બંધાયેલું કર્મ નાશ પામે; કેમ કે સમ્યમ્ આલોચનથી ખલના પ્રત્યે તીવ્ર જુગુપ્સા થાય છે અને સ્કૂલના થવાનું કારણ એવો જે પ્રમાદભાવ તેના પ્રત્યે તીવ્ર જુગુપ્સા થવાથી તે પ્રમાદભાવથી વિરુદ્ધ અપ્રમાદભાવના સંસ્કારો આધાન થાય છે અને પ્રમાદભાવનાં સંસ્કારો નાશ પામે છે. તેથી તે પ્રકારના પ્રમાદભાવથી ઉત્તરમાં સ્કૂલના થવાનો સંભવ ઓછો રહે છે.
વળી, સાધુ કષાયને પરવશ થઈને આ પ્રવૃત્તિ શાસ્ત્ર વિરુદ્ધ છે, તેવું જાણવા છતાં બલવાન ઇચ્છાને વશ થઈને જે દોષનું સેવન કરે, તે દોષને આકુટ્ટીથી કરાયેલ દોષ કહેવાય અને તે આકુટ્ટીથી લેવાયેલો દોષ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે, તે પ્રમાણે પ્રથમ અંગના અવલોકનથી નક્કી થાય છે. II૧૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org